Budget 2024, બજેટ 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટમાં પહેલીવાર નોકરી મેળવનારાઓને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રમાં પહેલીવાર નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેમણે પાંચ યોજનાઓ માટે બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રીના 5 યોજનાઓ અને પહેલોના પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે.
પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે મોટી જાહેરાત
સરકારે બજેટમાં રોજગાર સંબંધિત ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. જોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને એક મહિનાનો PF (પ્રોવિડન્ટ ફંડ) યોગદાન આપીને પ્રોત્સાહન પૂરું પાડશે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે.
આ પણ વાંચોઃ- Budget 2024: પોતાનો ધંધો – ઉદ્યોગ શરૂ કરવું સરળ બન્યું, સરકાર આપશે 20 લાખ સુધી મુદ્રા લોન
આ પણ વાંચોઃ- Budget 2024 : જ્યારે દેશનું પ્રથમ બજેટ લીક થયું… નેહરુના નાણામંત્રીએ આરોપો બાદ આપ્યું હતુ રાજીનામું
આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા કર્મચારીઓને એક મહિનાના પગારના રૂ. 15,000 સુધીની રકમ સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ સિવાય એમ્પ્લોયર અને કર્મચારી બંનેને રોજગારના પ્રથમ ચાર વર્ષમાં EPFO યોગદાન હેઠળ સીધું પ્રોત્સાહન આપવામાં આવશે.
આ ઉપરાંત એમ્પ્લોયરોને ટેકો આપવા માટે, સરકારે બજેટમાં કહ્યું કે વધારાના કર્મચારીઓના માસિક યોગદાનને બે વર્ષ માટે 3,000 રૂપિયા સુધીની ભરપાઈ કરવામાં આવશે.





