New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25: સમજો નવું ટેક્સ માળખુ, કોને ફાયદો થશે?

New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25: નવી વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે આ આવક કરમુક્ત છે. જાણીએ સ્ટાન્ડર્ડ ડિડક્શન શું હોય છે, અને કોને ફાયદો થશે.

Written by Kiran Mehta
Updated : July 23, 2024 15:53 IST
New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25: સમજો નવું ટેક્સ માળખુ, કોને ફાયદો થશે?
નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25

New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25 : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે (23 જુલાઈ 2024) તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. પરંતુ કરદાતાઓને તેમની અપેક્ષા મુજબ કંઈ ન મળતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. કેન્દ્રીય બજેટ 2024 માં, નાણામંત્રીએ નવા શાસન હેઠળ આવકવેરાના સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી હતી. આ સિવાય નવા શાસનમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ 25 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25

તમને જણાવી દઈએ કે, નવી વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે આ આવક કરમુક્ત છે. 3 થી 7 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 5 ટકા, 7 થી 12 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 10 ટકા અને 10 થી 12 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 12 થી 15 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 15 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોએ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

નવો ઈન્કમ ટેક્સ સ્લેબ

ઈન્કમ ટેક્સ સ્લેબટેક્સ
0 થી 3 લાખ0 ટકા
3 થી 7 લાખ5 ટકા
7 થી 12 લાખ10 ટકા
12 થી 15 લાખ15 ટકા
15 લાખથી વધુ30 ટકા

આ સુધારાના પરિણામે, પગારદાર કર્મચારીઓને નવી કર વ્યવસ્થામાં આવકવેરામાં રૂ. 17,500 સુધીના કર લાભો મળશે.

જૂનો ઈન્કમ ટેક્સ સ્લેબ સ્લેબ

ઈન્કમ ટેક્સ સ્લેબટેક્સ
3 લાખ0
3 થી 6 લાખ5 ટકા
6 લાખથી 9 લાખ10 ટકા
9થી 12 લાખ15 ટકા
12 થી 15 લાખ20 ટકા
15 લાખથી વધુ30 ટકા

સ્ટાન્ડર્ડ ડિડક્શન શું હોય છે? બજેટમાં મર્યાદા વધારી રૂ. 75000 થઈ, જાણો કોને મળશે લાભ

નાણાપ્રધાને નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી છે, જે અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. આ સિવાય કરદાતાઓને બીજી રાહત આપવામાં આવી છે જે અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન હાઇક (Standard Deduction Hike)

વ્યક્તિગત આવકવેરાના દરો વિશે વાત કરતા, નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે બે જાહેરાતો કરવામાં આવી છે. પ્રથમ, પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

તો, પેન્શનધારકો માટે ફેમિલી પેન્શન પરની કપાતને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ચાર કરોડ પગારદાર અને પેન્શનધારકોને મળશે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે? (What is Standard Deduction)

સ્ટાન્ડર્ડ ડિડક્શન : નામ સૂચવે છે તેમ, નોકરી કરતી વ્યક્તિની કુલ આવકમાંથી ચોક્કસ રકમ પહેલેથી જ બાદ કરવામાં આવે છે. જેના કારણે તે વ્યક્તિની કરપાત્ર આવક ઘટી જાય છે અને તેના કારણે ટેક્સ પણ ઓછો ભરવો પડે છે.

કયા સેક્શન હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહત ઉપલબ્ધ છે?

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 16 હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરદાતાની વાર્ષિક આવક ઊંચી હોય કે ઓછી, તેને માત્ર અમુક રકમ જ કાપવાની છૂટ છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન ક્યારે રજૂ કરવામાં આવી હતી?

તમને જણાવી દઈએ કે, સ્ટાન્ડર્ડ ડિડક્શન પહેલીવાર 1974માં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આ જોગવાઈ બંધ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્રીય બજેટ 2018 માં તેને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. નવી ટેક્સ સિસ્ટમ અને જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરનારા બંને યુઝર્સને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. 2018 થી, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 5000 રૂપિયા સુધી હતી અને હવે તેને 25000 રૂપિયા વધારીને 75000 રૂપિયા કરવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ