Budget Session 2025: આજે બજેટ સત્ર શરુ થશે, વકફ બોર્ડ સહિત આ બિલ રજૂ કરી શકે છે સરકાર

Budget session updates : શુક્રવારથી દેશનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રને સૌથી વધુ હંગામેદાર માનવામાં આવી રહ્યો છે કારણ કે આ એક સત્ર દ્વારા દેશનો આર્થિક પાયો નાખવાનો છે.

Written by Ankit Patel
January 31, 2025 09:21 IST
Budget Session 2025: આજે બજેટ સત્ર શરુ થશે, વકફ બોર્ડ સહિત આ બિલ રજૂ કરી શકે છે સરકાર
આજથી બજેટ સત્ર - photo - jansatta

Budget Session 2025: શુક્રવારથી દેશનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રને સૌથી વધુ હંગામેદાર માનવામાં આવી રહ્યો છે કારણ કે આ એક સત્ર દ્વારા દેશનો આર્થિક પાયો નાખવાનો છે. મોદી સરકાર સામે ઘણા પડકારો છે, મોંઘવારીથી લઈને નબળા રૂપિયા સુધી, તેણે ઘણા મોરચે સમસ્યાઓ વધારી છે. આ કારણસર સરકાર બેકફૂટ પર જવાની છે એમ માની વિપક્ષ પોતાના માટે વધુ તકો શોધી રહ્યો છે.

આ સત્રમાં વકફ (સુધારા) ખરડો, 2024, મુસ્લિમ વક્ફ (રદવા) વિધેયક, 2024, ગોવા વિધાનસભા મતવિસ્તારમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુન: ગોઠવણ બિલ, 2024, ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ, 2024, બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024, ધ રેલ્વે (સુધારા) બિલ, 2024, ધ ઓઇલફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, 2024, ધ બોઇલર્સ બિલ, 2024, ધ બિલ્સ ઓફ લેડીંગ બિલ, 2024, ધ કેરેજ ઓફ ગુડ્સ બાય સી બિલ, 2024, ધ કોસ્ટલ શિપિંગ બિલ, 2024, ધ મર્ચન્ટ શિપિંગ બિલ, 2024 રજૂ કરવામાં આવશે.

નવા બિલની વાત કરીએ તો, ધ ફાઇનાન્સ બિલ, 2025, ધ ત્રિભુવન કો-ઓપરેટિવ યુનિવર્સિટી બિલ, 2025, ધ પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઇન એરક્રાફ્ટ ઑબ્જેક્ટ્સ બિલ, 2025, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025 રજૂ કરવામાં આવશે. જો કે આ બજેટ સત્રનો સૌથી મહત્વનો ભાગ દેશનું સામાન્ય બજેટ છે જેમાં આ વખતે ઘણી મોટી જાહેરાતો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોના મતે આ વખતના બજેટમાં થઈ શકે છે આ 6 મોટી જાહેરાતો-

જાહેરાત નંબર 1- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો.

જાહેરાત નંબર 2- 10 લાખ રૂપિયા સુધી વાર્ષિક આવકવેરો મુક્ત

જાહેરાત નંબર 3- PM કિસાન સન્માન નિધિ 6 હજારથી વધીને 12 હજાર થઈ

જાહેરાત નંબર 4- ગ્રામીણ વિસ્તારોમાંથી સ્નાતક યુવાનો માટે ઇન્ટર્નશિપ

જાહેરાત નંબર 5- મેડિકલ કોલેજોમાં 75 હજાર સીટો

જાહેરાત નંબર 6- સસ્તા મકાનો ખરીદવા માટે કિંમત મર્યાદા વધારવી.. બજેટ અંગેના વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ