‘આખલાએ મારી ભેંસ પર બળાત્કાર કર્યો, કોઈ સુનાવણી નથી થઈ રહી’ : ખેડૂતનો પત્ર વાયરલ થઈ રહ્યો

bull raped the buffalo : દુર્ગેશ કુમાર મૌર્ય નામના ખેડૂતે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કૌશામ્બી (Kaushambi) ના સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખ્યો છે કે, એક બળદે તેની ભેંસ પર બળાત્કાર કર્યો છે, ભેંસ છ મહિનાની ગર્ભવતી હતી. બળદ દ્વારા રેપ બાદ ભેંસ બીમાર પડી છે.

Written by Kiran Mehta
September 20, 2023 18:55 IST
‘આખલાએ મારી ભેંસ પર બળાત્કાર કર્યો, કોઈ સુનાવણી નથી થઈ રહી’ : ખેડૂતનો પત્ર વાયરલ થઈ રહ્યો
પ્રતિકાત્મક ફોટો (એક્સપ્રેસ ફોટો_ અરુલ હોરાઇઝન)

Uttar Pradesh Viral News : ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પશુઓ રસ્તા પર રખડે છે તે એક મોટો મુદ્દો રહ્યો છે. પૂર્વ સીએમ અખિલેશ યાદવ સતત ખુલ્લામાં રખડતા પ્રાણીઓનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. સરકારે આ દિશામાં ઘણા પગલાં લીધા છે પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખેડૂતે પોતાની ભેંસને બળદથી બચાવવા પોલીસને પત્ર લખ્યો છે. પત્રમાં લખેલી વાતો સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.

ખેડૂતે પત્ર લખ્યો, મદદ માંગી

દુર્ગેશ કુમાર મૌર્ય નામના ખેડૂતે કૌશામ્બીના સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખ્યો છે કે, એક બળદે તેની ભેંસ પર બળાત્કાર કર્યો છે, ભેંસ છ મહિનાની ગર્ભવતી હતી. બળદ દ્વારા રેપ બાદ ભેંસ બીમાર પડી છે અને તેની સારવાર ચાલી રહી છે. બળદ ગાંડો થઈ ગયો છે. લોકોને તેનાથી બચાવવામાં આવે નહીંતર મોટી દુર્ઘટના બની શકે છે.

ભેંસની સારવાર ચાલી રહી છે પરંતુ બળદ પીછો છોડતો નથી

ખેડૂતે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેણે નગર પંચાયત અને મુખ્યમંત્રીની હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ કરી હતી પરંતુ, કોઈ સુનાવણી થઈ ન હતી. ખેડૂતે પત્રમાં લખ્યું છે કે, 12 ઓક્ટોબરે આખલાએ ભેંસને હેરાન કરી હતી, આખલાએ ફરી હુમલો કર્યો ત્યારે તેની સારવાર ચાલી રહી હતી.

ક્યાંયથી મદદ ન મળતા અને બળદ દ્વારા હેરાન થતા ખેડૂત દુર્ગેશ કુમાર મૌર્યએ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખીને મદદની વિનંતી કરી છે. જો કે હજુ સુધી આ પત્ર પર પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પત્ર લખવાની તારીખ 19-9-2023 લખવામાં આવી છે.

હવે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક કહે છે કે, શું બળદ ખરેખર ભેંસ પર બળાત્કાર કરી શકે છે? તો એક ટ્વિટર યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે જાણે કોઈએ પોલીસ સાથે મજાક કરી હોય. એક ટ્વિટર યુઝરે કહ્યું કે, ખુલ્લામાં રખડતા કેટલાક બળદ ખરેખર પાગલ હોય છે, તેઓ માત્ર માણસો માટે જ નહીં પરંતુ પાલતુ પશુઓ માટે પણ ખતરો બની રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ પત્રની પુષ્ટિ થઈ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ