પંજાબના ભઠિંડામાં મોટો રોડ અકસ્માત, નાળામાં પડી બસ, 8 લોકોના મોત

Bus accident in Punjab Bathinda: પંજાબના ભઠિંડામાં શુક્રવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ભઠિંડા તલવંડી સાબો રોડ પર એક સ્પીડિંગ બસ નાળામાં પડી ગઈ હતી, જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.

Written by Rakesh Parmar
December 27, 2024 17:50 IST
પંજાબના ભઠિંડામાં મોટો રોડ અકસ્માત, નાળામાં પડી બસ, 8 લોકોના મોત
આ અકસ્માતમાં લગભગ 24 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)

Bus accident in Punjab Bathinda: પંજાબના ભઠિંડામાં શુક્રવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ભઠિંડા તલવંડી સાબો રોડ પર એક સ્પીડિંગ બસ નાળામાં પડી ગઈ હતી, જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

લોકોની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત જીવન સિંહ વાલા ગામ પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક ખાનગી બસે અચાનકથી કાબૂ ગુમાવ્યો હતો અને પુલની નીચે ઘણા ફૂટ ઉંડા નાળામાં પડી હતી. બસમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, અકસ્માત બાદ થોડીવાર માટે ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ઘાયલોને ભઠિંડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં થયા છે. આ અકસ્માતમાં લગભગ 24 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. ઘાયલોને ઘટના સ્થળની નજીકની તલવંડી સાબો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને ભઠિંડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મનમોહન સિંહે સહન કરી હતી વિભાજનની પીડા, ભાડાના મકાનમાં વિતાવ્યા દિવસો

પોલીસ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે

અત્યાર સુધીની તપાસ મુજબ બસમાં હાજર તમામ લોકો ખાનગી કંપનીના કર્મચારી હતા. પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલમાં ઘાયલોની સારવાર અમારી પ્રાથમિકતા છે. બસની પરમિટ, ડ્રાઈવર અને અકસ્માતનું કારણ સહિત દરેક એંગલથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોના મૃતદેહને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ