Bypolls Results: પક્ષપલટુ નેતાઓ ભાજપને ભારે પડ્યા, પેટાચૂંટણી પરિણામમાંથી મળ્યા મોટા સંદેશ

Bypolls Results 2024: તાજેતરમાં 7 રાજ્યની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી એકવાર ઇન્ડિયા ગઠબંધન ડંકો વગાડ્યો અને ભાજપના તમામ સમીકરણો બગાડી નાખ્યા છે.

Written by Ajay Saroya
Updated : July 14, 2024 07:43 IST
Bypolls Results: પક્ષપલટુ નેતાઓ ભાજપને ભારે પડ્યા, પેટાચૂંટણી પરિણામમાંથી મળ્યા મોટા સંદેશ
Rahul Gandhi Vs PM Narendra Modi: ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પીએમ નરેનદ્ર મોદી

Bypolls Results 2024: ભાજપને લોકસભાની ચૂંટણીમાં બહુમતી ગુમાવ્યા બાદ હવે પેટાચૂંટણીમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી એકવાર ઇન્ડિયા ગઠબંધને ડંકો વગાડ્યો છે, વિપક્ષ ગઠબંધને ભાજપના તમામ સમીકરણો બગાડી નાખ્યા છે. આ કારણથી જો ભાજપ ચૂંટણીમાં માત્ર 2 સીટો જ જીતી શકી તો બીજી તરફ કોંગ્રેસે બે રાજ્યોની 5 માંથી 4, બંગાળની 4 બેઠક પર ટીએમસી અને પંજાબમાં 1 સીટ પર આમ આદમી પાર્ટીને જીત મળી છે.

લોકસભા પેટાચૂંટણી પરિણામ

ભાજપની વાત કરીએ તો માત્ર 2 જ બેઠકો પર જીત મેળવી છે. એક તરફ હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી પાર્ટીને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે, તો કમલનાથના ગઢ અમરવાડામાં પણ પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. જો વ્યાપક રીતે સમજીએ તો સાત રાજ્યોની 13 બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન ભાજપના એનડીએ પર ભારે પડ્યું છે અને 10 બેઠક જીતી છે. બિહારની રુપૌલી એકમાત્ર એવી બેઠક હતી જ્યાં ઈન્ડિયા ગઠબંધન અને ભાજપ બંનેને આંચકો લાગ્યો હતો અને ત્યાંથી અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી છે.

બંગાળમાં ભાજપને ફટકો

હવે આ ચૂંટણી પરિણામો ભાજપ માટે દુઃખદ સમાન છે. મોટી વાત એ છે કે પશ્ચિમ બંગાળમાં પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી વિસ્તાર કરવાની કોશિશ કરી રહી છે અને પોતાની જાતને એક મોટી વિપક્ષી પાર્ટી તરીકે સ્થાપિત કરી ચૂકી છે. આ વખતે પાર્ટીએ જીતેલી ત્રણેય સીટ ગુમાવી દીધી છે અને મમતા દીદીનો દબદબો વધી રહ્યો છે.

mamta benerjee, mamta benerjee statement on lok sabha election 2024
ટીએમસી વડા મમતા બેનર્જી – photo – ANI

જો કે પેટાચૂંટણીના પરિણામથી અનેક બોધપાઠ મળ્યા છે, પરંતુ આ પહેલા પણ છેલ્લી અનેક ચૂંટણીમાં એક મેસેજ જોવા મળ્યો છે, પરંતુ કોઈ પણ પાર્ટીએ તેને ખાસ મહત્વ નથી આપ્યું. ફરી એકવાર જનતાએ પક્ષપલટો નેતાઓને સીધે સીધા ફગાવી દીધા છે.

પક્ષપલટો નેતા ભારે પડ્યા

સૌથી મોટી વાત એ છે કે આ વખતની પેટાચૂંટણીમાં જે પાંચ પક્ષપલટું હાર્યા હતા તેમાંથી ચાર ભાજપના જ હતા. આ કડીમાં સૌથી પહેલું નામ હોશિયાર સિંહનું છે, જેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં દેહરાદૂન સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. પરંતુ 2024ના માર્ચ મહિનામાં સૌથી મોટો રાજકીય ખેલ થયો અને હોશિયાર સિંહ ભાજપમાં જોડાયા. આ વખતે ભાજપને મોટી આશા હતી કે, હોશિયાર સિંહ પેટાચૂંટણીમાં જીતશે, પરંતુ તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો. માનવામાં આવી રહ્યું છે કે ભાજપમાં મોટા પદને કારણે તેઓ પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા, પરંતુ હવે તેમના હાથમાંથી તેમનું ધારાસભ્ય પદ પણ છીનવાઇ ગયુ છે.

ઉત્તરાખંડમાં ભાજપ સાથે રમત રમાઇ ગઇ

મોટી વાત એ છે કે જો દેહરાદૂન બેઠક પરથી હોશિયાર સિંહની હાર થઇ છે તો મુખ્યમંત્રી સુખવિંદર સુખુના પત્ની કમલેશ ઠાકુરે આસાન જીત હાંસલ કરી છે. દેહરાદૂનની જેમ હિમાચલ પ્રદેશની નાલાગઢ બેઠક પર પણ પક્ષપલટો કરનારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું ભાજપને નુકસાન વેઠવું પડ્યું હતું. વાસ્તવમાં ભાજપે 2022માં અપક્ષ ચૂંટણી જીતનાર કેએલ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ માર્ચ મહિનામાં તેઓ ભાજપમાં પણ જોડાયા હતા, પાર્ટીએ પણ તેમને તરત જ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. નાલાગઢમાં કોંગ્રેસના હરદીપસિંહ બાવાએ ભાજપના ઉમેદવારને 9000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે.

આ પેટા ચૂંટણીમાં રાજેન્દ્ર ભંડારીના રૂપમાં ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પરથી ભાજપે એક સમયે કોંગ્રેસના મજબૂત નેતા ગણાતા રાજેન્દ્ર ભંડારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ પક્ષપલટાની કિંમત રાજેન્દ્ર ભંડારીને પડી અને ભાજપે પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો. આ બેઠક પર કોંગ્રેસના લખપત બુટોલાએ 5,000થી વધુ મતથી જીત હાંસલ કરી છે.

પંજાબમાં ભાજપને ઝટકો

આમ જોવા જઈએ તો પક્ષપલટા નેતાના કારણે પંજાબમાં પણ ભાજપને ઝટકો લાગ્યો છે. શીતલ અંગુરલ 2022માં જલંધર પશ્ચિમ બેઠકથી ચૂંચટણી જીત્યા હતા, મોટી વાત એ છે કે તે સમયે તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પરંતુ શીતલે લોકસભા ચૂંટણી પહેલા પક્ષ બદલી ભાજપમાં જોડાયા હતા. પહેલા જાણકારો કહી રહ્યા હતા કે આટલા મોટા નેતાનું ભાજપમાં જવાથી પંજાબની અંદર પાર્ટીની તરફેણમાં થોડો માહોલ બની શક્યો છે, પરંતુ પેટાચૂંટણીની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આ દાવો સંપૂર્ણપણે પ્રતિકૂળ સાબિત થયો છે. આ બેઠક પરથી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મહેન્દ્ર પાલ ભગતનો વિજય થયો હતો.

Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

હવે પક્ષપલટો કરનારાઓના કારણે ભાજપને ઝટકો લાગ્યો છે, બિહારમાં બિમા ભારતીને પણ આ શ્રેણીમાં રાખવામાં આવી શકે છે. બીમા ભારતી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમણે જેડીયૂ તરફથી લાંબી ઈનિંગ રમી હતી. પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા તેઓ આરજેડીમાં સામેલ થઇ ગયા હતા અને ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પહેલી લોકસભા ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે આ વખતની પેટાચૂંટણીમાં પણ તેઓ જીતી શક્યા નહોતા.

સ્થાનિક મુદ્દાઓએ નિર્ણાયક ભૂમિકા ભજવી

આમ જોવા જઈએ તો પક્ષપલટો નેતાઓ એ તમામ પક્ષોને મોટો સંદેશ આપવાનું કામ કર્યું છે. જો ધ્યાનથી જોવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓએ પણ આ પેટાચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એવી ઘણી બેઠકો આવી છે જ્યાં ચહેરા કરતા મોટા મુદ્દાઓ બન્યા છે, જેના આધારે લોકોએ મત આપ્યો હતો. આનું સૌથી મોટું ઉદાહરણ દેવભૂમિ ઉત્તરાખંડમાં જોવા મળ્યું છે, જ્યાં ભાજપને બે બેઠકો કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

india allince raily at bharat jodo nyay yatra end
ભારત જોડો ન્યાય યાત્રાની સમાપ્તી પર મહાગઠબંધનની રેલી – photo – (youtube- rahul gandhi)

જાણકારોનું માનવું છે કે બદ્રીનાથમાં ભાજપની હારના ઘણા કારણો છે. ઓલ વેધર રોડ જેવા વિકાસ પ્રોજેકટ અંગે અનેક વખત પક્ષ દ્વારા ચર્ચા કરવામાં આવી છે, પરંતુ જમીની સ્તરે લોકોએ આ યોજનાની વિરુદ્ધમાં મતદાન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવી જ રીતે દેવભૂમિમાં જે રીતે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે વૃક્ષો કપાયા હતા અને વિરોધ પણ થયો હતો, તેને કારણે ભાજપને પણ ફટકો પડયો છે.

આ પણ વાંચો | બંધારણના તે 3 સંશોધન જેને પીએમ મોદીએ મિની સંવિધાન કહ્યું? ઈન્દિરા ગાંધી સાથે શું છે કનેક્શન?

વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનના સારા દિવસો

આમ જોવા જઈએ તો ઈન્ડિયા ગઠબંધન માટે આ પેટાચૂંટણીમાં ઘણા મોટા સંદેશ છુપાયેલા છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનને કારણે ભાજપ ને આ વખતે બહુમત મળી શક્યો નથી, તેને 240 સીટોથી સંતોષ માનવો પડ્યો. એ જ રીતે હવે પેટાચૂંટણીના પરિણામો પણ બતાવી રહ્યા છે કે ઈન્ડિયા ગઠબંધનને કારણે અનેક બેઠકો પર ભાજપ સાથે ગેમ થઇ ગઇ છે. આવી સ્થિતિમાં જો ઘણી ચૂંટણીઓમાં ઈન્ડિયા ગઠબંધન રહેશે તો ભાજપનો માર્ગ વધુ કપરો બની જશે અને આગામી દિવસોમાં હકીકતમાં વિપક્ષ માટે સારા દિવસો આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ