સીએએ શું છે? દેશમાં નવા નાગરિકતા કાયદા સામે કેમ વિરોધ થઇ રહ્યો છે? અહીં વાંચો તમામ પ્રશ્નોના જવાબ

Citizenship Amendment Act Rules Notification : સીએએ એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરેલા નવા નાગરિકતા કાયદા સામે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જાણો નવો કાયદો શું છે, કોને ફાયદો થશે અને કેમ વિરોધ થઇ રહ્યો છે.

Written by Ajay Saroya
March 11, 2024 19:39 IST
સીએએ શું છે? દેશમાં નવા નાગરિકતા કાયદા સામે કેમ વિરોધ થઇ રહ્યો છે? અહીં વાંચો તમામ પ્રશ્નોના જવાબ
સીએએ એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. (Express Photo)

Citizenship Amendment Act Rules Notification : ભારતમાં સીએએ એટલે કે નાગિરકતા સુધારો અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2019 લાગુ કરવા વિશે ગૃહ મંત્રાલય દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીયે તો, દેશભરમાં હવે સીએએ લાગુ થશે. સીએએ લાગુ થયા બાદ ભારતના 3 પડોશી દેશના હિંદુ, શીખ સહિત બિન મુસ્લિમ લોકો ભારતીય નાગરિકતા મળશે. લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપે સીએએ લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચાલો જાણીયે સીએએ કાયદો શું છે અને તેના વિશે કેમ વિવાદ અને વિરોધ થઇ રહ્યો છે.

નોંધનિય છે કે, 27 ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સીએએ લાગુ કરતા કોઇ રોકી શકશે નહીં, કારણ તે દેશનો કાયદો છે અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે.

Amit Shah
Amit Shah : અમિત શાહ ભારતના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી છે. (Photo – amitshah.co.in)

સીએએ શું?

સીએએ નું પુરું નામ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2019 છે, તેને સાદી ભાષામાં નાગરિકતા સુધારો અધિનિયમ 2019 કહેવામાં આવે છે. સીએએ એક અધિનિયમ છે, જે 11 ડિસેમ્બર, 2019ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. સીએએ 2019માં 1955ના નાગરિકતા અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ 3 દેશોના લોકોને ભારતીય નાગરિકતા મળશે

સીએએ લાગુ કરવાથી ભારતના પડોશી દેશોના બિન મુસ્લિમ લોકોને ભારતમાં વસવાટ કરવાની અને ભારતીય નાગરિકતા મેળવવાની સુવિધા મળશે. માહિતી મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ,બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળશે. ઉપરોક્ત દેશોના ધાર્મિક અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતાનો લાભ મળશે,જે ડિસેમ્બર 2014ની પહેલા ધાર્મિક ઉત્પીડન કે ઉત્પીડનને કારણે પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભાગ ભારત આવ્યા છે.

પડોશી દેશના આ લોકોને સીએએનો લાભ મળશે નહીં

અલબત્ત, સીએએ માં પડોશી દેશોના મુસ્લિમ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સીએએ 2019 સંશોધન હેઠળ 31 ડિસેમ્બર 2024 સુધી ભારતમાં પ્રવેશ કરનાર અને પોતાના મૂળ દેશમાં ધાર્મિક ઉત્પીડન કે ઉત્પીડનનો સામનો કરનાર બિન મુસ્લિમ પ્રવાસીઓ નવા કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા પાત્ર બનશે.

CAA rules notification, Citizenship Amendment Act, CAA
મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

આવા પ્રવાસિય લોકોને છ વર્ષમાં ઝડપથી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. સીએએ હેઠળ આવા પ્રવાસિયો માટે ભારત માં નિવાસની જરૂરિયાત 11 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે.

આ પણ વાંચો | શું છે સીએએનો કાયદો, ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

સીએએ સામે વિરોધ કેમ?

સીએએ લાગુ કરવા વિશે દિલ્હી, પૂર્વોત્તર રાજ્ય, અસમ સહિત દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે. વિરોધકર્તાઓએ દલીલ કરી છે કે, સીએએ થી રાજકીય અધિકારો, સંસ્કૃતિ અને જમીન અધિકારને નુકસાન થશે અને બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો ભારત આવશે. નાગરિકતા કાયદામાં નવું સંશોધન મુસલમાન સાથે ભેદભાવ કરે છે અને દેશના સંવિધાનમાં આપેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ઉપરાંત તિબ્બત, શ્રીલંકા અને મ્યાનમાર સહિત અન્ય દેશોમાં હેરાનગતિ સહન કરનાર ધાર્મિક અલ્પસંખ્યકોને નજર અંદાજ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ