સીએએ નાગરિકતા છીનવી શકે છે? નાગરિકતા સુધારો કાયદાનો શું હેતુ છે, તમને શું અસર થશે? જાણો વિગતવાર

CAA Rules Factsheet : ભારતમાં સીએએ લાગુ થયો છે. નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એટલે કે સીએએ કાયદો પુનર્વસન અને નાગરિકતા માટેના કાનૂની અવરોધોને દૂર કરે છે.

CAA Rules Factsheet : ભારતમાં સીએએ લાગુ થયો છે. નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એટલે કે સીએએ કાયદો પુનર્વસન અને નાગરિકતા માટેના કાનૂની અવરોધોને દૂર કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
caa | citizenship amendment act | citizenship amendment act notification | caa notification | caa rules | nationality | caa factsheet

સીએએ એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. (Express Photo by Prashant Nadkar)

CAA Rules Factsheet : ભારતમાં સીએએ લાગુ થઈ ગયું છે. વિરોધ પક્ષ દેશમાં સીએએના અમલનો વિરોધ કરી રહ્યા છે. સીએએ ત્રણ પાડોશી દેશોમાં શોષણ અને અત્યાચારનો સામનો કરીને ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા આપવાનો કાયદો છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં શરણ માંગનાર શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે.

Advertisment

કયા ધર્મોના લોકોને નાગરિકતા આપવામાં આવશે?

હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી

કયા દેશોના લોકોને મળશે નાગરિકતા?

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ

સીએએનો હેતુ શું છે?

નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એટલે કે સીએએ કાયદો પુનર્વસન અને નાગરિકતા માટેના કાનૂની અવરોધોને દૂર કરે છે. તેનો હેતુ દાયકાઓથી શોષણ સહન કરી રહેલા શરણાર્થીઓને સન્માનજનક જીવન આપવાનો છે. નાગરિકતાના અધિકારો શરણાર્થીઓની સાંસ્કૃતિક, ભાષાકીય અને સામાજિક ઓળખનું રક્ષણ કરશે. આ સાથે શરણાર્થીઓને આર્થિક, વ્યવસાય, મુક્ત અવરજવર, સંપત્તિ ખરીદવા જેવા અધિકારોને ખાતરી આપશે.

caa | citizenship amendment act | citizenship amendment act notification | caa notification | caa rules
સીએએ એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. (Express Photo)

શું સીએએ કેટલાક લોકોની નાગરિકતા છીનવી લેશે?

સીએએ વિશે ઘણી ગેરસમજો છે. નાગરિકતા આપવાનો કાયદો છે. સીએએ કોઈપણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવી લેશે નહીં, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય. આ કાયદો ફક્ત એ લોકો માટે છે જેમણે વર્ષોથી જુલમ સહન કર્યો છે અને ભારત સિવાય વિશ્વમાં બીજું કોઈ સ્થાન નથી.

Advertisment

સીએએ સામે વિપક્ષનો વિરોધ, ભાજપે આવકાર્યો

આસામમાં વિરોધ પક્ષોએ સીએએ લાગુ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. AASU એ કહ્યું કે, તે કેન્દ્રના આ પગલા સામે કાયદેસર રીતે લડશે. એએએસયુએ 1979માં ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ અને દેશનિકાલની માંગ સાથે છ વર્ષ સુધી આંદોલન કર્યું હતું.

આસામ વિધાનસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયાએ સીએએના જાહેરનામાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. સૈકિયાએ કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ 2016 થી કહેતા હતા કે ભારત માં ગેરકાયદેસર રીતે રહેતા તમામ વિદેશીઓએ આસામ છોડવું પડશે, પરંતુ સીએએ લાવીને, તેઓએ રાજ્યના લોકો સાથે દગો કર્યો.

આ પણ વાંચો | CAA શું છે? દેશમાં નવા નાગરિકતા કાયદા સામે કેમ વિરોધ થઇ રહ્યો છે? અહીં વાંચો તમામ પ્રશ્નોના જવાબ

આસામ ભાજપના વરિષ્ઠ પ્રવક્તા રૂપમ ગોસ્વામીએ સીએએ જાહેરનામું બહાર પાડવાનું સ્વાગત કરતા કહ્યું હતું કે તેની ઘણી રાહ જોવાઈ રહી છે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વિપક્ષે ખોટી માહિતી અભિયાન ચલાવ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે સંસદમાં કાયદો પસાર થયા પછી બાંગ્લાદેશના કરોડો હિન્દુઓ આસામમાં પ્રવેશ કરશે, પરંતુ એવું કંઈ થયું નથી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ