પશ્ચિમ બંગાળમાં 2010 પછી જાહેર કરવામાં આવેલા બધા ઓબીસી સર્ટિફિકેટ રદ, કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય

કલકત્તા હાઈકોર્ટે બુધવારે એક આદેશમાં કહ્યું કે 2011થી નિયમોની અવગણના કરી ઓબીસી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે

Written by Ashish Goyal
May 22, 2024 17:18 IST
પશ્ચિમ બંગાળમાં 2010 પછી જાહેર કરવામાં આવેલા બધા ઓબીસી સર્ટિફિકેટ રદ, કલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય
કલકત્તા હાઈકોર્ટ(ફાઇલ ફોટો)

OBC certificates : લોકસભા ચૂંટણીમાં વોટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 2010 બાદ જારી કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે તે સર્ટિફિકેટ બતાવીને કોઈ પણ વ્યક્તિને નોકરી નહીં મળી શકે. જોકે આ આદેશ એ લોકોને લાગુ નહીં પડે જેમને નોકરી મળી ચૂકી છે.

કલકત્તા હાઈકોર્ટના જસ્ટીસ તપોબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથરની બેંચે કહ્યુ કે 2011થી પ્રશાસને કોઈ પણ નિયમનુ પાલન કર્યા વગર ઓબીસી સર્ટિફિકેટ જારી કરી દીધા છે. આ રીતે ઓબીસી સર્ટિફિકેટ આપવું ગેરબંધારણીય છે. આ પ્રમાણપત્રો પછાત વર્ગ આયોગની કોઈ સલાહને માન્યા વિના જારી કરવામાં આવ્યા હતા. આથી આ તમામ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.

નોકરીમાં લાભ લેવા માટે આ પ્રમાણપત્ર હવે માન્ય રહેશે નહીં. જોકે કોર્ટે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા સર્ટિફિકેટ દ્વારા નોકરી મેળવનારાઓની નોકરી પર કોઈ સંકટ રહેશે નહીં અને તે પહેલાની જેમ જ રહેશે.

રાજ્ય સરકારના કાયદાને કોર્ટમાં પડકારવામાં આવ્યો

2012થી ટીએમસી સરકાર એક કાયદો લાવી હતી. જેને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે ઓબીસીની યાદી તૈયાર કરવા માટે 1993ના કાયદા પ્રમાણે પંચની ભલામણ વિધાનસભામાં સોંપવી પડશે. તપોબ્રત ચક્રવર્તીની બેંચે કહ્યું કે તો પછી કોને ઓબીસી માનવામાં આવશે, તેનો નિર્ણય વિધાનસભા કરશે. વેસોય બંગાળ પછાત વર્ગ કલ્યાણને તેની યાદી તૈયાર કરવાની છે. રાજ્ય સરકાર તે યાદી વિધાનસભામાં રજૂ કરશે. આ યાદીમાં જેમના નામ હશે તેમને જ ઓબીસી ગણવામાં આવશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : પીએમ નરેન્દ્ર મોદીના 111 ભાષણોનું વિશ્લેષણ, જાણો કયા મુદ્દા પર કર્યો ફોક્સ

સત્તામાં આવ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વારંવાર દાવો કર્યો છે કે તેમણે લગભગ તમામ મુસ્લિમોને ઓબીસી કેટેગરીમાં લાવ્યા છે. ટીએમસી સરકારે તમામ મુસ્લિમોને ઓબીસી કેટેગરીમાં લાવ્યા છે અને મુસ્લિમ સમુદાયની વસ્તી પણ અનામતનો લાભ લઈ રહી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમને વારંવાર આવું કહેતા સાંભળવામાં આવ્યા છે. જોકે કલકત્તા હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું હતું કે મમતા બેનરજી સરકારે 2011માં જે રીતે ઓબીસી સર્ટિફિકેટ જારી કર્યા હતા તે ગેરકાયદેસર હતા..

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ