Bulletproof car: લોકસભા સાંસદ પપ્પુ યાદવને લોકેન્સ બિશ્નોઈ ગેંગથી સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ બાદ તેમના એક મિત્રએ તેમને એક હાઈટેક બુલેટપ્રૂફ કાર ભેટમાં આપી છે. આ કાર પર રોકેટ લોન્ચર સુધીની પણ કોઈ અસર થતી નથી. એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા બાદ પપ્પૂ યાદવે લોરેન્સ બિશ્નોઈને લલકાર્યો હતો. જેના પછી બિશ્વોઈ ગેંગ તરફથી તેમને ધમકીઓ મળી રહી છે. પપ્પુ યાદવે જાહેરાત કરી છે કે જે લેન્ડ ક્રૂઝર ગાડી તેમને ભેટમાં મળી છે તેને રોકેટ લોન્ચર પણ નુક્સાન કરી શકતુ નથી. આવામાં સવાલ ઉભો થાય છે કે આખરે બુલેટપ્રૂફ કાર કેટલી સુરક્ષિત છે અને તેને કેવી રીતે ખરીદી શકાય છે.
કેવી હોય છે બુલેટપ્રૂખ ગાડી?
બુલેટપ્રૂફ કારને કોઈ પણ હથિયારથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવે છે. આ ગાડી પર ગોળીનો હુમલો થતો નથી. આ સિવાય રોકેટ લોન્ચર અને હેન્ડ ગ્રેનેડના હુમલાઓથી પણ તે સુરક્ષિત રહે છે. વીવીઆઈપી અને નેતાઓની સુરક્ષા માટે તેને તૈયાર કરવામાં આવે છે. આ ગાડીઓને ભારતમાં પણ તૈયાર કરવામાં આવે છે અને તેને વિદેશથી પણ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જોકે ભારતમાં મોટાભાગની કારોને વિદેશથી મંગાવવાના સ્થાને અહીં મોડીફાઈ કરવામાં આવે છે.
કઈ ગાડી બુલેટપ્રૂફ બની શકે છે?
કોઈ પણ કારને બુલેટપ્રૂફ બનાવવા માટે તેમાં કેટલીક ખાસિયત હોવી જોઈએ. મોડિફાઈ થયા બાદ વધનારા વજનને સહન કરવા માટે એન્જીનની ક્ષમતા હોવી જોઈએ. આવામાં જે લોકો પોતાની કારને બુલેટપ્રૂફ કરાવે છે તેમાં સૌથી વધુ ગાડી ટાટા સફારી, મહિન્દ્રા સ્પોર્પિયો, મિસ્તુબિશી પજેરો, ટોયોટા ઈવોના, ફોર્ડ એંવેંડર, ટોયોટા ફોર્ચ્યુનર, બીએમડબલ્યૂ અને ઓડી સહિત કેટલીક અન્ય એસયૂવી સામેલ છે. વિદેશમાં BMW, Audi અથવા Nissan જેવી કંપનીઓ બુલેટપ્રૂફ કારોનું વેચાણ કરે છે.
કેવી રીતે બને છે બુલેટપ્રૂફ કાર?
કોઈ પણ ગાડીને બુલેટપ્રૂફ બનાવવા માટે સૌથી પહેલા એ દેખવામાં આવે છે કે જે કારને બુલેટપ્રૂફ કરવામાં આવે છે તે કઈ શ્રેણીની છે. સામાન્ય રીતે એસયૂવી ગાડીઓને બુલેટપ્રૂફ કરવામાં આવે છે. જે ગાડીને બુલેટપ્રૂફ કરવામાં આવે છે તેમાં એન્જીનને છોડીને સંપૂર્ણ કારને બદલી નાંખવામાં આવે છે. ઘણી વખત ગાડીને વધુ પાવર આપવા માટે એન્જીન પણ બદલવામાં આવે છે. જોકે તેનો ચેસિસ નંબર તે જ રહે છે. ગાડીના દરવાજાથી લઈ વિંડશીલ્ડ, વિંડો, બેક ગ્લાસ, ટાયર અને છત સાથે આખી પેનલ બદલવામાં આવે છે. તેને બુલેટપ્રૂફ મટિરિયલથી તૈયાર કરવામાં આવે છે. ગાડીના દરેક ભાગ માટે સ્ટીલની શીટને કાપીને તૈયાર કરવામાં આવે છે.
આ પણ વાંચો: જાણો બ્લેક ફ્રાઈડે સેલ શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ?
ગાડીના બહારના ભાગમાં એક ખાસ પ્રકારની શીટ લગાવવામાં આવે છે જેના પર ગોળી સૌથી પહેલા ટકરાય છે. ગાડીની છત પર શિલ્ડિંગ કરવામાં આવે છે કારણ કે સામેના કાચ બાદ આજ સૌથી નબળો ભાગ હોય છે. બુલેટપ્રૂફ કારની છતને અંદરથી ઘણી પરતોની શીલ્ડ લગાવીને તૈયાર કરવામાં આવે છે. ગાડીના તે ભાગોને કવર કરવામાં આવે છે જે સુરક્ષામાં ચુક બની શકે છે. આ ગાડીઓમાં ટાયરને પણ એવી રીતે તૈયાર કરવામાં આવે છે જે કોઈ પણ હુમલાની સ્થિતિમાં અડચણ નથી બનતા. આ માટે ખાસ મટીરિયલથી બનેલા ટાયરનો ઉપયોગ થાય છે. કોઈ પણ ગાડીમાં બુલેટપ્રૂફ થવા પર તેનું વજન લગભગ 1000 કિલો સુધી વધી જાય છે. આટલુ વજન વધતા ન માત્ર ગાડીની વધુમાં વધુ ઝડપ ઓછી થઈ જાય છે પરંતુ તેના માઈલેટ પર પણ અસર પહોંચે છે.
ભારતમાં બુલેટપ્રૂફ કારના નિર્માણમાં 6.5 મિમી મોટાઈની શીટનો ઉપયોગ કરવામાં આવે છે. આ એટલી મજબૂત હોય છે કે તેને કાપવા માટે એક ખાસ પ્રકારની કટર બ્લેડનો ઉપયોગ થાય છે. મેટલ શીટ ઈંસ્ટોલ કરતા સમયે એન્જીન ફાયરવાળા એક-એક વાયર અને વાલ્વને ધ્યાનમાં રાખી બુલેટપ્રૂફ પ્રોટેક્શન કરવામાં આવે છે. કાચને મજબૂતી આપવા માટે લગભગ 45 થી 55 mm ના મોટા ગ્લાસ જે પરતોમાં હોય છે, તેનો ઉપીયોગ કરવામાં આવે છે.
ભારતમાં કોણ બુલેટપ્રૂફ કાર બનાવે છે?
ગત કેટલાક વર્ષોમાં બુલેટપ્રૂફ કારોની માંગ ઘણી વધી ગઈ છે. આવામાં ઘણી કંપનીઓ બુલેટપ્રૂફ કારનું નિર્માણ કરે છે. SUV અને સેડાન ક્લાસની બુલેટપ્રૂફ કારો સિવાય આર્મી અને અન્ય ફોર્સ માટે પણ બખ્તરબંધ વાહન અને બેંકો માટે કેશ વાન વગેરે બને છે. ભારતમાં મહિન્દ્રા એમીરેટ્સ વ્હીકલ આર્મરિંગ, ધ આર્મર્ડ ગ્રુપ, શીલ્ડ આર્મરિંગ પ્રાઈવેટ લિમિટેડ જેવી કંપનીઓ આ ગાડીઓનું નિર્માણ કરે છે.
કઈ ગાડીને બુલેટપ્રૂફ બનાવવામાં કેટલો ખર્ચ આવે છે?
કોણ પણ ગાડીને બુલેટપ્રૂફ બનાવવા માટે થતો ખર્ચ એ વાત પર નિર્ભર કરે છે કે તેને કેટલી સુરક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ગાડીઓને ગોળીઓથી થતા હુમલા માટે તૈયાર કરવામાં આવે છે. જો કોઈ વીવીઆઈપીને હેન્ડ ગ્રેનેડ અને રોકેટ લોન્ચર જેવા હથિયારોથી પણ હુમલાનો ખતરો છે તો તેને એડવાન્સ રીતે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ગાડીને બુલેટપ્રૂફ બનાવવામાં 20 થી 50 લાખનો ખર્ચ આવે છે. જેમાં જો કોઈ માત્ર કાચને બુલેટપ્રૂફ કરાવવા માંગ છે તો 5 લાખ સુધીનો ખર્ચ આવી શકે છે. ત્યાં જ મર્સિડિઝ અથવા બીએમડબલ્યૂની સંપૂર્ણ બુલેટપ્રૂફિંગમાં 3-4 કરોડ રૂપિયા પણ ખર્ચ થઈ શકે છે.
આ પણ વાંચો: લોથલમાં માટીના સેમ્પલ લેવા ગયેલા બે મહિલા અધિકારીઓ પર ભેખડ ધસી પડી, એકનું મોત
બુલેટપ્રૂફ ગાડીઓને લઈ શું છે નિમય?
ભારતમાં કોઈ પણ ગાડીને બુલેટપ્રૂફ બનાવવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગુનેગારો આ ગાડીનો ઉપયોગ કરી શક્તા નથી. જે પણ વ્યક્તિ પોતાની ગાડીને બુલેટપ્રૂફ કરાવવા માંગે છે તેને સૌથી પહેલા તેનું કારણ જણાવવાનું હોય છે. આ માટે તેને જિલ્લા અધિકારી અને પોલીસ કમિશનર પાસે તેની પરમિશન લેવાની હોય છે. તેની મંજૂરી મળ્યા બાદ ગૃહ મંત્રાલય પાસેથી પણ તેની મંજૂરી લેવાની હોય છે. તેના પછી તમે તમારી કારને બુલેટપ્રૂફ કરાવી શકો છો.





