canada hindu temple attack : કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ છે. આ દરમિયાન કેનેડામાં એક હિન્દુ મંદિરમાં ભક્તો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ આ ઘટનાનો વીડિયો શેર કરીને કહ્યું કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને છૂટો હાથ મળી રહ્યો છે. આ ઘટના બ્રામ્પટનના હિન્દુ સભા મંદિરમાં બની હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે.
ભારતીય મૂળના સાંસદે ખાલિસ્તાની હિંસા અંગે વાત કરી હતી
ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓની હિંસા અંગે વાત કરી છે. સાંસદે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો પરિસરમાં ઘૂસીને ત્યાં હાજર લોકો પર હુમલો કરી રહ્યાં છે. સાંસદ ચંદ્ર આર્યએ લખ્યું હતું અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કેનેડામાં ખાલિસ્તાનીઓને છૂટો હાથ મળી રહ્યો છે એમાં કોઈ નવાઈ નથી.”
સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે હિન્દુ કેનેડિયનોએ આપણા સમુદાયની સુરક્ષા માટે તેમના અધિકારો માટે ઉભા થઈને લડવું પડશે. ચંદ્ર આર્યએ કહ્યું કે રાજનેતાઓને જવાબદાર ઠેરવવા પડશે.
આ પણ વાંચોઃ- અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી, ભારતથી કેટલી અલગ હોય છે પ્રક્રિયા?
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટર પર લખ્યું, “બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હિંસાની ઘટના અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને મુક્તપણે અને સુરક્ષિત વાતાવરણમાં તેના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. સમુદાયની સુરક્ષા અને આ ઘટનાની તપાસ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા બદલ પીલ પ્રાદેશિક પોલીસનો આભાર.”
ભારતે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ભારતે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા અને અમે તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. કેનેડા પર આરોપ લગાવતા ભારતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચારો લગાવવામાં આવી રહ્યા છે અને ખોટી માહિતી લીક કરવામાં આવી રહી છે.





