ChatGPT Down: આજે (10 જૂન) વિશ્વભરના હજારો યુઝર્સ માટે OpenAI નું લોકપ્રિય AI ચેટબોટ ChatGPT ક્રેશ થઈ ગયું. ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં લોકો આ ટૂલનો ઉપયોગ કરી શકતા નથી. જોકે સેવાઓમાં આ ખામીથી કેટલા લોકો પ્રભાવિત થયા છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. વિવિધ સેવાઓના ઓનલાઈન સ્ટેટસને ટ્રેક કરતી વેબસાઇટ DownDetector અનુસાર, બપોરે 12 વાગ્યાની આસપાસ ChatGPT ની સેવાઓમાં સમસ્યાઓ આવવા લાગી હતી.
ભારતની વાત કરીએ તો 82 ટકા ફરિયાદો સીધી ChatGPT ની કાર્યક્ષમતા સાથે સંબંધિત હતી, જ્યારે 14 ટકા યુઝર્સ મોબાઇલ એપ્લિકેશનમાં સમસ્યાઓની ફરિયાદ કરી હતી અને 4 ટકા યુઝર્સ API એંટીગ્રેશન સમસ્યાઓની ફરિયાદ કરી હતી.
સૈમ ઓલ્ટમેનની આગેવાની હેઠળના AI સ્ટાર્ટઅપે માહિતી આપી હતી કે, ‘કેટલાક યુઝર્સ API, ChatGPT અને Sora માં વધારે એરર અને વિલંબનો અનુભવ કરી રહ્યા છે.’

તમને જણાવી દઈએ કે લેખ લખતી વખતે, પેઇડ ChatGPT સબ્સ્ક્રાઇબર્સ ટેક્સ્ટ-ટુ-વિડિયો જનરેશન મોડેલ, Sora માં પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. OpenAI હાલમાં આ બાબતની તપાસ કરી રહ્યું છે પરંતુ કંપનીએ હજુ સુધી સેવાઓ યોગ્ય રીતે ફરી શરૂ થવા અંગે કોઈ માહિતી આપી નથી.
આ પણ વાંચો: ભારતના આ 8 બેસ્ટ ડેસ્ટિનેશન, જે છે વરસાદની સિઝનમાં ફરવા માટે પરફેક્ટ
કેટલાક યુઝર્સનું કહેવું છે કે ChatGPT બરાબર કામ કરી રહ્યું છે જ્યારે કેટલાક યુઝર્સ સતત નેટવર્ક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ એમ પણ કહે છે કે ChatGPT વેબસાઇટ, મોબાઇલ અને ડેસ્કટોપ પર લોડ થઈ રહ્યું છે પરંતુ તે કામ કરી રહ્યું નથી. જ્યારે અમે ChatGPT પર પ્રોમ્પ્ટ આપ્યો, ત્યારે પેજ ખૂબ જ ધીમું પ્રતિભાવ આપી રહ્યું હતું પરંતુ તેણે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો.