Pakistani Hangor Class Submarine By China : ચીન એ પાકિસ્તાન માટે પ્રથમ હેંગર સિરીઝની સબમરીનને 26 એપ્રિલના રોજ વુહાન શિપયાર્ડમાં લોન્ચ કરી છે. આ કેટેગરીની આઠ સબમરીન પૈકીની આ પહેલી સબમરીન છે, જેને પાકિસ્તાન નેવી 2028 સુધીમાં પોતાના કાફલામાં સામેલ કરવાની છે. આ લેખમાં આપણે જાણીશું કે હેંગર ક્લાસ સબમરીન કેટલી ખતરનાક છે અને તે ભારતની કલવરી સબમરીનથી કેટલી અલગ છે.
હેંગર ક્લાસ સબમરીન માં શું ખાસ છે?
હેંગર કેટેગરીની સબમરીન ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન છે, જેનું નામ હાલમાં નિષ્ક્રિય થઈ ગયેલી પીએનએસ હેંગરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના યુદ્ધ દરમિયાન પ્રખ્યાત ભારતીય યુદ્ધ જહાજ આઇએનએસ ખુકરીને ડુબાડી દીધું હતું.
ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનની ખાસિયત એ છે કે તે તેની શક્તિ ઘણી વધારે છે. તે પાણીમાં સરળતાથી ડૂબતી નથી અને ગરબડીની સ્થિતિમાં પણ મજબૂત રહે છે. આ ક્લાસમાં ચાર ડીઝલ એન્જિન છે. તે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (એઆઇપી) સિસ્ટમથી પણ સજ્જ છે. જે પાણીની અંદર સબમરીનને નોંધપાત્ર શક્તિ આપે છે. તેમાં આવી બીજી પણ ઘણી ટેકનિક છે, જેના કારણે તેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
ભારતની કલવેરી સબમરીનથી કેટલી અલગ છે
પાકિસ્તાન ની હેંગર અને ભારતની કલવરી સબમરીનને તાકાતની દ્રષ્ટિએ સમાન જોઇ શકાય છે. ભારત પાસે હાલમાં કલવરી ક્લાસની 6 સબમરીન છે, જેમાંથી ત્રણને 2030 સુધીમાં સેવામાં સામેલ કરવાની યોજના છે. સાઇઝની વાત કરીએ તો હેંગર સબમરીન કલાવરી કરતા ઘણી મોટી છે. તેની લંબાઈ 76 મીટર, પહોળાઈ 8.4 મીટર અને તેનો ડ્રાફ્ટ (જળરેખાની નીચે વહાણની ઊંડાઈ) 6.2 મીટર છે.
ભારતની કલવેરી સબમરીન પણ હેંગરની જેમ ડીઝલ-ઇલેક્ટ્રિક છે. જો કે, હાલમાં ભારત દ્વારા સંચાલિત મોડેલો બિલ્ટ-ઇન એઆઇપી સાથે આવતા નથી. આનો અર્થ એ છે કે પાણીની અંદરની સહનશક્તિની દ્રષ્ટિએ હેંગર વધુ મજબૂત છે.
આ પણ વાંચો | ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ઈતિહાસ: પંજા કપાયો અને કમળ ખીલી ઉઠ્યું, જાણો રસપ્રદ ફેક્ટ્સ
આ બાબત મહત્ત્વ ધરાવે છે કારણ કે સબમરીનની યુએસપી (USP) એ તેમની છુપાઇ રહેવાની ક્ષમતા છે – જેમાંથી મોટા ભાગના પાણીની અંદર લાંબા સમય સુધી રહેવાની તેમની ક્ષમતાથી આવે છે. ભારતીય નૌકાદળ હાલમાં તેની કલાવરી ક્લાસ સબમરીનમાં સ્વદેશી રીતે વિકસિત એઆઈપી સિસ્ટમ્સ સ્થાપિત કરવાની તૈયારીમાં છે. બંને સબમરીન ક્લાસમાં અત્યાધુનિક સેન્સર સ્યુટ્સ છે, જોકે આ સંદર્ભમાં હેંગરની ક્ષમતાની વિગતો જાહેર નથી.





