China Virus Outbreak News: શું ચીનના HMPV વાયરસથી ભારતે સાચે ડરવાની જરૂર છે?

hmpv virus cases in china : ચીનની સ્થિતિ પાંચ વર્ષ પહેલા કોરોના વાયરસના સંક્રમણ જેવી જ છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) આના પર નજર રાખી રહ્યું છે.

Written by Ankit Patel
January 04, 2025 13:42 IST
China Virus Outbreak News: શું ચીનના HMPV વાયરસથી ભારતે સાચે ડરવાની જરૂર છે?
China New Virus: ચીનમાં ફરી એક નવો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે (ફાઇલ ફોટો)

China Virus Outbreak News: હ્યુમન મેટાપ્યુમો વાયરસના કારણે ચીનમાં લોકોમાં ભયનું વાતાવરણ છે. 16-22 ડિસેમ્બર સુધીના ડેટામાં મોસમી ઈન્ફલ્યુએન્ઝા, રાઈનોવાઈરસ, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ (RSV) અને HMPV જેવા શ્વસન વાયરસના કેસોમાં તાજેતરનો વધારો દર્શાવે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની સ્થિતિ પાંચ વર્ષ પહેલા કોરોના વાયરસના સંક્રમણ જેવી જ છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) આના પર નજર રાખી રહ્યું છે.

શું ભારતે ડરવાની જરૂર છે?

ચીનના આ નવા વાયરસના સમાચાર પર સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે. હાલમાં, વાયરસના ચેપના દરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS)ના અધિકારી ડૉ. અતુલ ગોયલે લોકોને ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના ફેલાવાને લઈને ગભરાવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે મેટાપ્યુમોવાયરસ એ અન્ય વાયરસની જેમ છે, જે સામાન્ય શરદીનું કારણ બને છે અને ખૂબ જ વૃદ્ધ અને ખૂબ જ યુવાન લોકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.

બેઇજિંગે પણ એક નિવેદન બહાર પાડ્યું છે

ચીનમાં ફેલાતા આ વાયરસના સમાચાર પર બેઇજિંગે નિવેદન જાહેર કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે શુક્રવારે કહ્યું કે શિયાળાની ઋતુમાં શ્વસન સંક્રમણ ટોચ પર હોય છે. લોકો અને પ્રવાસીઓને આશ્વાસન આપતાં તેમણે કહ્યું, ‘હું તમને ખાતરી આપી શકું છું કે ચીનની સરકાર ચીનમાં આવનારા ચીની નાગરિકો અને વિદેશીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.’

આ પણ વાંચોઃ- China New Virus: ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો, હોસ્પિટલોમાં ઘણી ભીડ હોવાનો દાવો

ચીને ઈમરજન્સી જાહેર કરી નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનમાં વાયરસના પ્રકોપ અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ચીને દેશમાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી જાહેર કરી નથી. ચીનના પાડોશી દેશો સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. HMPV ના કેટલાક કેસ હોંગકોંગમાં નોંધાયા છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMVP) કંઈક અંશે કોરોના વાયરસ જેવું જ દેખાય છે. સામાન્ય રીતે આ વાયરસમાં શરદી જેવા લક્ષણો જોવા મળે છે. તે મોટે ભાગે નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ