Bihar Election Results 2025 : બિહાર ચૂંટણી 2025માં ચિરાગ પાસવાન મજબૂત નેતી તરીકે ઉભરી આવ્યા છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ આ ચૂંટણીમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી બધાને આશ્ચર્ય થયું છે. પાર્ટી એવી બેઠકો પર ચૂંટણી લડી રહી હતી જે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતી હતી. LJP ઉમેદવારો 19 બેઠકો જીત મેળવી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીનું બુલડોઝર ફરી વળ્યું છે. NDA એ 202 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે તેજસ્વી યાદવનું મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સમેટાયું છે. ભાજપ અને જેડીયુ બમ્પર જીતથી ખુશ છે ત્યારે આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હનુમાન’ તરીકે ઓળખાતા ચિરાગ પાસવાન સૌથી વધુ ચર્ચામાં છે. તે એક્સ ફેક્ટર તરીકે ઉભરી આવ્યા છે.
ચિરાગ પાસવાનની પાર્ટીએ આ ચૂંટણીમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, પાર્ટી એવી બેઠકો પર ચૂંટણી લડી રહી હતી જે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતી હતી, ઘણી બેઠકો તો એવી હતી જ્યાં ગત ચૂંટણીઓમાં એનડીએનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક હતું. અત્યાર સુધી ટ્રેન્ડ દર્શાવે છે કે ચિરાગની પાર્ટી 19 બેઠકો જીતી બતાવી છે.
ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટી આ 19 બેઠકો પર જીતી
| બેઠક | વિજેતા ઉમેદવાર | કુલ મત | માર્જિન |
| સુગૌલી | રાજેશ કુમાર ઉર્ફે બબલુ ગુપ્તા | 98875 | 58191 |
| મહુઆ | સંજય કુમાર સિંહ | 87641 | 44997 |
| દેહરી | રાજીવ રંજન સિંહ | 104022 | 35968 |
| પરબટ્ટા | બાબુલાલ શોર્ય | 118677 | 34039 |
| ગોવિંદરાજ | રાજુ તિવારી | 96034 | 32683 |
| નાથનગર | મિથુન કુમાર | 118143 | 25424 |
| ગોવિંંદપુર | બિનિતા મહેતા | 72581 | 22906 |
| બેલસેન્ડ | અમિત કુમાર | 82076 | 22685 |
| ચેનારી | મુરારી પ્રસાદ ગૌતમ | 95579 | 21988 |
| બોયાહાન | બેબી કુમારી | 108186 | 20316 |
| બખરી | સંજય કુમાર | 98511 | 17318 |
| શેરઘાટી | ઉદય કુમાર સિંહ | 77270 | 13524 |
| કસ્બા | નીતેશ કુમાર સિંહ | 86877 | 12875 |
| ઓબ્રા | પ્રકાશ ચંદ્ર | 91638 | 12013 |
| દારૌલી | વિષ્ણુ દેવ પાસવાન | 83014 | 9572 |
| સુિમરી બખ્તિયારપુર | સંજય કુમાર સિંહ | 109699 | 7930 |
| રાજૌલી | વિમલ રાજવંશી | 90272 | 3953 |
| બખ્તિયારપુર | અરુણ કુમાર પુત્ર સત્રુઘ્ન સાઓ | 88520 | 981 |
| બેલરામપુર | સંગીતા દેવી | 80459 | 389 |
10 બેઠકો પર 20 હજારથી વધુની લીડ
ચિરાગ પાસવાન બિહારમાં મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે. માત્ર 29 બેઠકો પર ચૂંટણી લડ્યા અને 19 બેઠકો પર જીત મેળવી છે. જેમાંથી 10 બેઠકો પર લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારોએ 20 હજાર કરતાં વધુ મતની સરસાઇ મેળવી છે. માત્ર પાંચ ઉમેદવારો જ 10 હજાર કરતાં ઓછી લીડ મેળવી જીત્યા છે. બખ્તિયારપુર બેઠક પર 981 મત અને બેલરામપુર બેઠક પર 389 મતની પાતળી સરસાઇ સાથે જીત મેળવી છે.
NDA સાથે ‘ચિરાગ’ ચમકી ઉઠ્યો
ગત વખતે ચિરાગની પાર્ટીએ બળવો કર્યો હતો અને એકલા ચૂંટણી લડી હતી, માત્ર એક જ બેઠક મળી હતી, જેડીયુને ઘણા લોકોને ચોક્કસ નુકસાન થયું હતું, પરંતુ આ વખતે જ્યારે તે એનડીએ સાથે મળીને લડ્યા ત્યારે તેમના મત પણ વધ્યા, બેઠકો પણ વધી અને એનડીએનો આંકડો પણ ઐતિહાસિક બેઠકોએ પહોંચ્યો છે.
ચિરાગ પાસવાનને શું ફળ્યું?
ચિરાગ પાસવાનની પાર્ટીને પાસવાન, અન્ય અતિ પછાત વર્ગ (ઇબીસી) તરફથી સૌથી વધુ મત મળ્યા છે. જે વલણો સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે પાર્ટીએ તેની વોટ બેંકને એક રાખી છે. સુગૌલી, ગોવિંદગંજ, કસબા, બલરામપુર, બોચાહા અને નાથનગર એવી બેઠકો છે જ્યાં એલજેપીના ઉમેદવારો 10,000 થી વધુ મતોથી આગળ છે.
બિહાર ચૂંટણી એક્સ ફેક્ટર
નિષ્ણાતોનું માનવું છે કે જો ચિરાગ પાસવાને ગત વિધાનસભા ચૂંટણીમાં પોતાને ‘બળવાખોર’ તરીકે રજૂ કર્યા હતા, તો આ ચૂંટણીમાં તેમણે પોતાને ‘યુવા બિહારી’ નેતા તરીકે સ્થાપિત કર્યા હતા, તો તેમનું બિહારી ફર્સ્ટનું સૂત્ર સંપૂર્ણ રીતે બંધબેસે છે. તેમને માત્ર તેમનો મુખ્ય મત જ મળ્યો નથી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો પણ ફાયદો થયો છે. કોર વોટ બેંક વત્તા મોદીના જાદુએ ચિરાગ પાસવાનને બિહાર ચૂંટણીમાં સૌથી મોટો એક્સ ફેક્ટર બનાવ્યો છે.
પ્રશાંત કિશોર બિહારની જનતાને આકર્ષવામાં ક્યાં પાછળ પડ્યા
અહીં રસપ્રદ વાત એ છે કે આ ચૂંટણીમાં ચિરાગ પાસવાનને ચૂંટણી લડવા માટે જે બેઠકો મળી હતી તે ખૂબ જ મુશ્કેલ હતી. આ બેઠકો પર એનડીએનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં આરજેડીના યુસુફ સલાઉદ્દીન સિમરી બખ્તિયારપુર બેઠક પર જીત્યા હતા, જ્યારે એલજેપીના સંજય કુમાર સિંહ ત્રીજા સ્થાને હતા. જો આપણે દરોલી બેઠક પર નજર કરીએ તો ભાજપ માત્ર 2010ની ચૂંટણીમાં જ જીત્યું હતું. નહીં તો 2005થી આ બેઠક પર સતત સીપીઆઈ (એમએલ) એલ કબજો કરી રહ્યું હતું.
બિહાર ચૂંટણી 2025: ભાજપ અને જેડીયુ અગ્રેસર
આ જ રીતે બેલસંદ બેઠકની વાત કરીએ તો આરજેડી ગત વખતે અહીં જીત્યું હતું.2015 અને 2010માં જેડીયુ જીત્યું હતું, પરંતુ ચિરાગની પાર્ટીએ અહીં 22 હજાર કરતાં વધુ મતની લીડથી જીત મેળવી છે. કસબા બેઠક પર નજર કરો તો છેલ્લી ત્રણ ચૂંટણીઓથી એનડીએ ભાજપના ઉમેદવારો હારી રહ્યા હતા. તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ મોદીના હનુમાનજીએ અહીં પણ 12 હજાર કરતાં વધુની લીડ મેળવી છે.





