DY Chandrachud : 17મી લોકસભા દરમિયાન સંસદ દ્વારા ત્રણ મહત્વપૂર્ણ કાયદા પસાર કરવામાં આવ્યા હતા, જેમાં CRPC, IPC થી લઈને પુરાવા અધિનિયમને નાબૂદ કરવા માટે, ત્રણ નવા કાયદા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાયદા 1 જુલાઈ, 2024 થી અમલમાં આવશે. આ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મોદી સરકારના આ ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી છે.
તેમણે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા કાયદાઓ અંગે આયોજિત કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ત્રણ નવા કાયદા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દેશ ન્યાય પ્રણાલીમાં આવા ફેરફારો માટે પણ તૈયાર છે.
CJI ચંદ્રચુડે કહ્યું કે, આ 3 નવા કાયદા ભારતીય સમાજમાં એક નવો અધ્યાય શરૂ કરશે. તેમણે કહ્યું કે, નવા કાયદા ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં અભૂતપૂર્વ ફેરફારો લાવશે અને પીડિત પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. CJI એ કહ્યું કે, જૂના કાયદાઓની સૌથી મોટી ખામી એ હતી કે તે ખૂબ જૂના હતા. તે કાયદા 1860, 1873 થી અમલમાં હતા.
સીજેઆઈએ કહ્યું કે, સંસદ દ્વારા નવા કાયદા પસાર થવું એ સ્પષ્ટ સંદેશ છે કે, ભારત બદલાઈ રહ્યું છે અને વર્તમાન પડકારોને પહોંચી વળવા આપણને નવા રસ્તાઓની જરૂર છે.
નવા કાયદાની વિશેષતા શું છે?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, જૂની પદ્ધતિઓની સૌથી મોટી ખામી પીડિત તરફ ધ્યાન ન આપવી એ છે. નવા કાયદામાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે, કાર્યવાહી અને તપાસ કાર્યક્ષમ રીતે થઈ શકે. આ સાથે પીડિતના હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરોડા દરમિયાન પુરાવાના ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગથી ફરિયાદી તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.
કોર્ટને પણ અપગ્રેડ કરવામાં આવશે
CJIએ કહ્યું છે કે, ભારત સરકારે તાજેતરમાં ન્યાયતંત્ર માટે 7,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જેનો ઉપયોગ અદાલતોના અપગ્રેડેશન માટે કરવામાં આવી રહ્યો છે. CJIએ કહ્યું કે, નવેમ્બરથી 31 માર્ચ વચ્ચે હાર્ડવેર અને સોફ્ટવેરને અપગ્રેડ કરવા માટે 850 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. CJI ચંદ્રચુડે કહ્યું કે, તેઓ હંમેશા ઘરેલુ ડિજિટલ કોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના પક્ષમાં રહ્યા છે.
આ પણ વાંચો –
નવા કાયદા હેઠળ તપાસ અંગે સીજેઆઈએ કહ્યું કે, ફોરેન્સિક ટીમની હાજરી તપાસમાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, નવા કાયદા નવી જરૂરિયાતો માટે છે પરંતુ આપણે સુનિશ્ચિત કરવું પડશે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાપ્ત રીતે વિકસિત થાય અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવે.





