સેમ પિત્રોડાએ કહ્યું – રાજીવ ગાંધીથી પણ વધુ સમજદાર છે રાહુલ ગાંધી, તેમનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ

Sam Pitroda : ગાંધી પરિવારના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી પૂર્વ પીએમ રાજીવ ગાંધી કરતા વધુ હોશિયાર છે અને રણનીતિ બનાવવાની બાબતમાં પણ તેમનાથી સારા છે

Written by Ashish Goyal
September 04, 2024 19:02 IST
સેમ પિત્રોડાએ કહ્યું – રાજીવ ગાંધીથી પણ વધુ સમજદાર છે રાહુલ ગાંધી, તેમનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા (File Photo)

Sam Pitroda Praises Rahul Gandhi : કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. સેમે કહ્યું કે તે તેના પિતા રાજીવ ગાંધી કરતા વધુ સમજદાર છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પૂર્વ પીએમ રાજીવ ગાંધી કરતા વધુ હોશિયાર છે અને રણનીતિ બનાવવાની બાબતમાં પણ તેમનાથી સારા છે. પિત્રોડાએ એમ પણ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે.

સેમ પિત્રોડાએ કહ્યું કે મને ઘણા વડાપ્રધાનો સાથે ખૂબ જ નજીકથી કામ કરવાની તક મળી છે, પરંતુ કદાચ રાહુલ અને રાજીવ ગાંધી વચ્ચે તફાવત એ છે કે રાજીવ ગાંધીની સરખામણીમાં તેમનો પુત્ર રાહુલ ગાંધી વધુ સમજદાર છે. તે બૌદ્ધિક હોવાની સાથે સાથે વધુ સારા રણનીતિકાર પણ છે. રાજીવ થોડા વધારે મહેનતી હતા. બંનેનો ડીએનએ એક જેવો જ છે. બંને નેતાઓ આઈડિયા ઓફ ઇન્ડિયાના સંરક્ષક છે.

ગાંધી પરિવારના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ શિકાગોથી ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતો કહી હતી. પિત્રોડાએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે. સેમે ભાજપના આ આરોપને નકારી કાઢ્યો હતો કે રાહુલે તેમની અગાઉની વિદેશ મુલાકાત દરમિયાન ભારત સરકારની ટીકા કરતી ટિપ્પણીઓ કરી હતી.

રાહુલની ખોટી ઇમેજ બનાવવામાં આવી

સેમ પિત્રોડાએ કહ્યું કે રાહુલની ખોટી ઇમેજ બનાવવામાં આવી હતી. તેમને બદનામ કરવા માટે લાખો ડોલર ખર્ચવામાં આવ્યા હતા. મીડિયામાં જે રાહુલની ઇમેજ હતી તે એક પ્લાન્ડ કેમ્પેઇન પર આધારિત હતી. તેમના વિશે ખોટી વાતો કહેવામાં આવી હતી. સેમે કહ્યું કે રાહુલ અલગ-અલગ સમયે અલગ-અલગ અનુભવ રાખે છે. તેમને પોતાના જીવનમાં બે મોટા દર્દોનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ તેમની દાદીનું મોત બીજું તેમના પિતાનું મોત.

આ પણ વાંચો – કેમ એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત ભારત માટે મહત્વનો છે આ દેશ?

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે હવે રાહુલની એવી છબી સામે આવી રહી છે, જેવી તે ખરેખર છે. તેમની બે ભારત જોડો યાત્રાઓએ ઘણી મદદ કરી. હું આનો શ્રેય રાહુલને આપું છું. તેમણે લાંબા સમય સુધી તેની સામે લડાઇ લડી. જો કોઈ બીજું હોત તો બચી શક્યો ન હોત.

રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ

સેમ પિત્રોડાએ કહ્યું કે સામૂહિક રુપથી તે ભારતનું નિર્માણ કરવાનું આપણું કામ છે. જેની આપણા સંસ્થાપકોએ કલ્પના કરી હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે રાહુલ વડા પ્રધાન બનવા માટે ખૂબ સક્ષમ છે. તે એક સભ્ય માણસ છે. શિક્ષિત છે. તેમનામાં ભાવિ વડા પ્રધાનના તમામ ગુણો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ