લોકસભા ચૂંટણી 2024 : પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન સામે કોંગ્રેસના નેતા ચૂંટણી પંચમાં પહોંચ્યા, જાણો શું છે કેસ

lok sabha elections 2024 : કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ હાલમાં આદર્શ આચાર સંહિતાનું સીધું અને સંપૂર્ણ ઉલ્લંઘન છે

Written by Ashish Goyal
Updated : April 08, 2024 21:57 IST
લોકસભા ચૂંટણી 2024 : પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન સામે કોંગ્રેસના નેતા ચૂંટણી પંચમાં પહોંચ્યા, જાણો શું છે કેસ
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ટિપ્પણી પર કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી (એક્સપ્રેસ તસવીર)

Election Commission : લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ટિપ્પણી પર કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચ પહોંચ્યા હતા. કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરાની મુસ્લિમ લીગના વિચારો સાથે સરખામણી કરવા બદલ વડાપ્રધાન વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કરી છે.

કોંગ્રેસની ફરિયાદમાં આરોપ છે કે પીએમ મોદીએ આદર્શ આચાર સંહિતા અને ધર્મના આધારે જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા અંગેની ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસે 6 એપ્રિલના રોજ અજમેરમાં એક રેલીમાં પીએમની ટિપ્પણીને ટાંકી હતી. જ્યાં તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટોને જૂઠાણાનું બંડલ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તે જ વિચાર છે જે આઝાદી પહેલા મુસ્લિમ લીગમાં હતા.

આદર્શ આચાર સંહિતાનું સીધું અને સંપૂર્ણ ઉલ્લંઘન છે – કોંગ્રેસ

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ હાલમાં આદર્શ આચાર સંહિતાનું સીધું અને સંપૂર્ણ ઉલ્લંઘન છે અને તે ભારતીય દંડ સંહિતા (સેક્શન 153) ની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર છે. ખોટા અને ઉશ્કેરણીજનક દાવાઓનો પ્રચાર કરીને નરેન્દ્ર મોદીએ મતદારોના ધ્રુવીકરણ માટે વિભાજનની ભયાનકતાનો ઉપયોગ કરીને મતદારો પાસેથી ભાવનાત્મક પ્રતિભાવ આપવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો – Corruption : લોકસભા ચૂંટણી 2024 માં ભ્રષ્ટાચાર કેટલો મોટો મુદ્દો?

ચૂંટણી પંચની બંધારણ પ્રત્યેની નિષ્ઠા સર્વોચ્ચ છે -કોંગ્રેસ

તેમણે કહ્યું કે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ તરફ આંખ આડા કાન કરી શકે નહીં. ચૂંટણી પંચની બંધારણ પ્રત્યેની નિષ્ઠા સર્વોચ્ચ છે. ચૂંટણીના સમયગાળા દરમિયાન આ ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવતી કાર્યવાહીઓ પ્રત્યે જનતા અત્યંત સતર્ક છે. જનતાનો વિશ્વાસ ચાલુ રહે તે માટે ચૂંટણી પંચે ભારતીય સમાજમાં સાંપ્રદાયિક તણાવ વધારવાના નરેન્દ્ર મોદીના આચરણ સામે પગલાં લેવા તે અત્યંત જરૂરી છે.

કોંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચ માટે તમામ પક્ષો માટે સમાન ક્ષેત્ર સુનિશ્ચિત કરીને તેની સ્વતંત્રતા દર્શાવવાનો આ સમય છે. અમે આશા રાખીએ છીએ કે પંચ તેના બંધારણીય આદેશને જાળવી રાખશે.

કોંગ્રેસે દિલ્હી યુનિવર્સિટીની આસપાસ મોદીના લાઈફ-સાઈઝ કટ-આઉટ અને ફિલ્મ ધ કેરલા સ્ટોરીને દૂરદર્શન પર પ્રસારણ કરવા વિશે પણ ફરિયાદ નોંધાવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ