દેશનું પહેલું ટ્રાઈ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન આ શહેરમાં બનવા જઈ રહ્યું, જાણો ત્રણેય સેનાને શું થશે ફાયદો

ભારતમાં નૌસેના, ભારતીય સેના અને વાયુ સેનાનું કોમન ડિફેન્સ સેન્ટર મુંબઈમાં બનશે. આ દેશનું પ્રથમ ટ્રાઈ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન હશે. તો જોઈએ શું ફાયદો થશે.

Written by Kiran Mehta
April 01, 2024 18:24 IST
દેશનું પહેલું ટ્રાઈ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન આ શહેરમાં બનવા જઈ રહ્યું, જાણો ત્રણેય સેનાને શું થશે ફાયદો
ભારતનું પ્રથમ ટ્રાઈ સર્વિસ કોમન ડિફેન્સ સેન્ટર મુંબઈમાં બનાવવામાં આવશે (ફોટો - એક્સપ્રેસ)

દેશના મહત્વના શહેર મુંબઈને ટ્રાઈ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ દેશની આર્થિક રાજધાની સેનાના સૌથી મહત્વપૂર્ણ શહેરમાં પરિવર્તિત થશે. આ વાતને આ રીતે સરળતાથી સમજી શકાય છે કે, દેશની ત્રણેય સેના – આર્મી, એરફોર્સ અને નેવીનું એક જ સ્ટેશન હશે અને તેનું લોકેશન મુંબઈ હશે. ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજના ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

અત્યારે એક પણ કોમન સ્ટેશન નથી

હાલમાં દેશમાં એક પણ કોમન ડિફેન્સ સ્ટેશન નથી. જ્યાંથી ત્રણેય સેનાઓ એકસાથે કામ કરતી હોય. અગાઉ 2001 માં, આંદામાન અને નિકોબાર કમાન્ડને ત્રિ-સેવા કોમન ડિફેન્સ તરીકે બનાવવામાં આવી હતી. ટ્રાઇ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશનમાં ત્રણેય સેવાઓને લગતી તમામ સુવિધાઓ છે. જેમાં દરેક સર્વિસ, પુરવઠો અને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુંબઈમાં બની રહેલું સ્ટેશન સૌથી મોટું આર્મી બેઝ હશે.

હાલમાં ત્રણેય સેના અલગ અલગ જગ્યાએથી કામ કરે છે. આ યોજના હેઠળ લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેશનને એકસાથે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, આનો અર્થ એ થશે કે, વ્યક્તિગત સર્વિસને એક જગ્યાએ કરવામાં આવશે અને દરેકને એક જ જગ્યાએ દરેક સુવિધા પૂરી પાડવામાં આવશે, આનાથી ફ્રેગમેન્ટેશન ઘટશે અને વધારે મહેનત કરવી પડશે નહીં.

દરેક સુવિધાના એકીકરણનો અર્થ એ છે કે, વ્યક્તિગત સેવાઓના સંસાધનોનો એકસાથે ઉપયોગ કરવામાં આવશે. જેમાં શાળા, હોસ્પિટલ અને રમતગમતના મેદાન જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થશે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે, આનાથી સંસાધનોનું વધુ સારું સંચાલન થશે અને કામનું પુનરાવર્તન થશે નહીં. સેનાને અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા કચ્ચાથીવુ ટાપુને લઈ શું હંગામો છે? 1974માં કોંગ્રેસે શ્રીલંકા સાથે કર્યો હતો કરાર? શું છે મામલો

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈમાં આવુ પ્રથમ કોમન ડિફેન્સ સ્ટેશન બનવાની યોજના છે. આ સિવાય સુલુર (કોઈમ્બતુરની નજીક) અને ગુવાહાટીને બીજા અને ત્રીજા સામાન્ય સ્ટેશન તરીકે વિકસાવવામાં આવે તેવી અપેક્ષા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ