Ajmer Dargah Shiv Mandir: રાજસ્થાનની અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નીચલી કોર્ટે હિન્દુ પક્ષની આ અરજીનો સ્વીકાર કરી લીધો છે અને તમામ પક્ષધરોને નોટીસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થવાની છે. હવે જાણકારી માટે જણાવી દઈએ કે આ વિવાદ કંઈ અત્યારનો નથી પરંતુ ઘણા વર્ષોથી હિન્દુ સંગઠનોનું માનવું છે કે શિવ મંદિરને અજમેર દરગાહમાં તબદીલ કરવામાં આવી હતી.
હવે આ કડીમાં વકીલ વિષ્ણુ જૈન એ અજમેર પશ્ચિમ સિવિલ જજ સીનિયર ડિવિજન મનમોગન ચંદેલની કોર્ટમાં અરજી દાખલ કરી છે. તે અરજીને લઈ નીચલી કોર્ટે પાંચ ડિસેમ્બર સુધીમાં તમામ પક્ષોને પોતાના જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. આમ તો જે મહારાણા પ્રતાપ સેના છે, તેણે વર્ષ 2022માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત હતા.
તે સમયે અશોક ગેહલોત પાસે માંગ કરવામાં આવી હતી કે અજમેર દરગાહની સારી રીતે તપાસ કરાવવામાં આવે, એવા તર્ક આપવામાં આવ્યા હતા કે દરગાહની બારી પર સ્વસ્તિકનું નિશાન મળ્યું. જોકે દાવાની ક્યારેય કોઈ પુષ્ટિ થઈ શકી નહતી. આવામાં ત્યારની કોંગ્રેસ સરકારે કોઈ એક્શન લીધુ નહતું. પરંતુ હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને તમામ પક્ષો પાસેથી અપીલની દલીલો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 40 હજાર કરોડની સંપત્તિ છોડીને ભિક્ષુ બન્યો 18 વર્ષનો યુવાન, CSK સાથે છે ‘ખાસ’ સંબંધ
આમ તો વિષ્ણુ જૈન એ એક પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો છે તેમના અનુસાર, ‘અજમેર નિવાસી હર વિલાસ શારદા’ નામની પુસ્તક 1911માં લખેલી હતી. તે પુસ્તરમાં દાવો કરાયો છે કે દરગાહની જમીન પર પહેલા ભોળાનાથનું મંદિર હતું. ત્યાં ભગવાન શિવની પૂજા થતી હતી. તેમનો જળાભિષેક કરાતો હતો. અહીં સુધી દાવો થયો છે કે દરગાહ પરિસરમાં રહેલ 75 ફૂટ લાંબા બુલંદ દરવાજાનું નિર્માણમાં મંદિરના અવશેષો મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આમ વિવાદ તો ગત ઘણા વર્ષોથી જ્ઞાનવાપી મસ્જિદને લઈને પણ થઈ રહ્યો છે. તે મામલે પણ ઘણી વખત સુનાવણી થઈ ચુકી છે. સર્વે પણ થયો છે પરંતપુ કોઈ ફેંસલો હજુ સુધી આવ્યો નથી.