Today News Update In Gujarati : સંસદ શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભાની કાર્યવાહી 2 ડિસેમ્બર સવારના 11 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં વિપક્ષના નેતાઓએ SIR સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થયું છે, જે 19 ડિસેમ્બર સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ સંસદનું શિયાળુ સત્ર બહુ જ તોફાની હોઈ શકે છે. વિપક્ષ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મક્કમ છે, જ્યારે સરકાર વાતચીતની વાત કરી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો અવરોધ ન ઉભો કરવાની અપીલ કરતી પણ જોવા મળી રહી છે.





