Cyclone Remal Update | IMD હવામાન અપડેટ આજે 23 મે : બંગાળમાં વધુ એક ખતરનાક ચક્રવાત માટે અંતિમ ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં ‘રેમાલ’ ચક્રવાતનો ખતરો મંડકરાઈ રહ્યો છે. આ ચક્રવાત તેની તાકાત વધારીને બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે? વાવાઝોડા અને વરસાદની અસરમાં ફરી એકવાર તોફાની સ્થિતિ સર્જાવાની પ્રબળ દહેશત છે, તો ગુજરાત પર આની કોઈ અસર થશે કે નહીં તે પણ જોઈએ.
આ બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે. આ વખતે તેની શક્તિ વધારે જોવા મળી રહી છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવાર સુધીમાં ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. જો સ્થિતિ આવી જ રહી તો ડીપ ડિપ્રેશન શનિવાર સુધીમાં ચક્રવાતમાં પરિણમી શકે છે. જ્યારે ચક્રવાત બનશે ત્યારે તેનું નામ ‘રેમાલ’ હશે.
શું ચક્રવાત બંગાળમાં ટકરાશે?
અત્યાર સુધી આવા કોઈ ખતરાના સમાચાર નથી. પરંતુ હવામાનશાસ્ત્રીઓ બંગાળની ખાડી પરની સિસ્ટમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. હજુ સુધી, હવામાન વિભાગે આ ચક્રવાતના લેન્ડફોલ વિશે કંઈપણ સ્પષ્ટ કર્યું નથી.
વરસાદ-વાવાઝોડાની ચૂંટણી પર અસર
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. તે જ દિવસે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી શનિવારે મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા, બાંકુરામાં મતદાન છે. આશંકા છે કે વરસાદ અને વાવાઝોડાની શનિવારની ચૂંટણી પર મોટી અસર પડી શકે છે. આ સંદર્ભમાં, ચૂંટણી પંચે સંબંધિત જિલ્લા પ્રશાસનને તમામ પ્રકારની સાવચેતીનાં પગલાં લેવાનો આદેશ આપી દીધો છે.
ચક્રવાતની ગુજરાત પર અસર
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જે તેવી સંભાવનાની વચ્ચે અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે મીડિયાને જણાવ્યું છે કે, 28 મે ના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. જોકે, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ આવી શકે છે.
હવામાનશાસ્ત્રની દૃષ્ટિએ, મેના અંતમાં અને જૂનના પ્રારંભમાં, આ બેસિન પર સાનુકૂળ મહાસાગરની સ્થિતિ જળવાઈ રહે છે અને સાયક્લોજેનેસિસની શક્યતાઓ વધારે છે, એમ IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ આ સપ્તાહની શરૂઆતમાં ધ ઈન્ડિયનને જણાવ્યું હતું.
“ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે નીચા દબાણનો વિસ્તાર છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની અને 24 મેની શરૂઆતમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં મજબૂત થવાની સંભાવના છે, IMD એ બુધવારે સવારે તેના હવામાન અપડેટમાં જણાવ્યું હતું. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ વધુ તીવ્ર બનશે.
આ પણ વાંચો – પૂણે રોડ અકસ્માત : મિત્રો સાથે છેલ્લુ ભોજન અને…, પોર્શ કારે ફંગોળ્યા, કોર્ટે આરોપીને સંભળાવી અનોખી સજા
લો પ્રેશર સિસ્ટમના વિકાસ સાથે, IMD એ પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ (24 કલાકમાં 64 mm – 205 mm) ની ચેતવણી આપી છે. 25 અને 26 મેના રોજ આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પવન સાથે વરસાદ થઈ શકે છે. આ સિવાય દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના.





