Delhi Airport Terminal 1 Roof Collapse | દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1 છત ધરાશાયી : રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત પડી જવાને કારણે ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ છે, જ્યારે કારમાં હાજર એક અને બહાર 7 લોકો ઘાયલ પણ થયા છે. સ્થિતિને જોતા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું હોસ્પિટલમાં એકનું મોત થયાના સમાચાર છે. પરિસ્થિતિને જોતા ટર્મિનલ 1 થી બપોરે 2 વાગ્યા સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
વરસાદ બાદ છત તૂટી પડી
શુક્રવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં દિલ્હીના રસ્તાઓ વરસાદથી ભરાઈ ગયેલા દેખાય છે. વરસાદના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનસ-1ની છત પડી ગઈ હતી અને તેમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 5.30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ દિલ્હી ફાયર સર્વિસની 3 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દિલ્હી એરપોર્ટ ટર્મિનલ છત ધરાશાયી – એક ડ્રાઈવરનું દર્દનાક મોત
દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ફોટા અને વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જો લોકો નીચે હોત તો, કેટલી જાનહાની થઈ હોત. ફોટામાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારમાં ડ્રાઈવર સીટ પર જ મોટો થાંભલો પડતા ફસાઈ ગયો છે, જેનું સારવાર પહેલા જ મોત નિપજ્યું છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ ઘટના પર નજર રાખી રહ્યા છે. એક્સ પર પોસ્ટ કરતાં તેણે લખ્યું કે, હું દિલ્હી એરપોર્ટના ટર્મિનસ-1ની છત પડી જવાની ઘટના પર નજર રાખી રહ્યો છું. આ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. નુકસાનને કારણે, એરપોર્ટ વહીવટીતંત્રે ટર્મિનલ 1 થી ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે બંધ કરી દીધી છે. આ સાથે, દેશભરમાં 28 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
દિલ્હીમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા જોરદાર પવન અને વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જ્યારે અનેક વૃક્ષો પણ પડી ગયા છે. જેના કારણે અનેક માર્ગો પર વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો – ચંદ્રયાન 4 પણ રચશે ઈતિહાસ, ઈસરો આ મિશનથી અંતરિક્ષમાં નવી અજાયબી કરશે, જાણો સંપૂર્ણ પ્લાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં 29 અને 30 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, હવામાન વિભાગે 28 જૂને રાજધાનીની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડા અને વીજળીની આગાહી કરી છે.





