Delhi Assembly Election Result 2025 in Gujarati Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો સામે આવી ગયા છે. દિલ્હીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે અને આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. દિલ્હીની 70 બેઠકોમાંથી ભાજપનો 48 સીટો પર વિજય થયો છે. જ્યારે આપને ફક્ત 22 બેઠકો મળી છે. કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ ખતમ થયો છે.
દિલ્હીની ચૂંટણી મોટા ઉલટફેર થતા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈનનો પરાજય થયો છે. નવી દિલ્હી વિધાનસભા સીટ પર અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રવેશ વર્માઅ હરાવ્યા હતા. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત હતા. આપના એક માત્ર મોટા નેતા મુખ્યમંત્રી આતિશી સીટ જીતવા સફળ રહ્યા છે.





