Justice Yashwant Varma Case: દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી નોટોના બંડલો મળી ભારે વિવાદ ઉભો થયો છે. હવે સુપ્રીમ કોર્ટે શનિવારે રાત્રે જજના ઘરેથી રોકડ રકમ મળી હોવાનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સળગેલી નોટોના બંડલ દેખાઇ રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એટલું જ નહીં જસ્ટિસ વર્માનો જવાબ પણ જાહેર કરવામાં આવ્યો હતો. વેબસાઇટ પર કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મૂકવામાં આવ્યા છે.
જસ્ટિસ વર્માએ તેમના જવાબમાં જણાવ્યું હતું કે, “હું સ્પષ્ટપણે કહું છું કે મેં અથવા મારા પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા તે સ્ટોરરૂમમાં ક્યારેય કોઈ રોકડ રાખવામાં આવી ન હતી અને આ વાતની કડક નિંદા કરું છું કે કથિત રોકડ અમારી હતી.” આ રોકડ રકમ અમારા દ્વારા મૂકવામાં આવી હતી તે વિચાર અથવા સૂચન સંપૂર્ણપણે વાહિયાત છે. કોઈ પણ વ્યક્તિ સ્ટાફ ક્વાર્ટર્સ નજીક અથવા આઉટહાઉસમાં ખુલ્લા અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સ્ટોરરૂમમાં રોકડ એકત્રિત કરી શકે છે તે સૂચન સંપૂર્ણપણે અવિશ્વસનીય છે. તે એક ઓરડો છે જે મારા રહેવાના ક્ષેત્રથી સંપૂર્ણપણે અલગ છે અને બાઉન્ડ્રી વોલ અમારા વસવાટ કરવાના ક્ષેત્રને તે આઉટહાઉસથી અલગ કરે છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે પ્રેસમાં મારા પર આરોપ મૂકવામાં આવ્યો અને બદનામ કરવામાં આવે તે પહેલાં મીડિયાએ થોડી તપાસ કરી હોત. ’
CJI એ કોઈ ન્યાયિક કાર્ય ન આપવા જણાવ્યું
સીજેઆઈએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું છે કે તેઓ જસ્ટિસ યશવંત વર્માને હાલ પૂરતું કોઈ ન્યાયિક કાર્ય ન આપે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રજૂ કરેલો રિપોર્ટ, જસ્ટિસ યશવંત વર્માનો જવાબ અને અન્ય દસ્તાવેજો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. કોર્ટની ઈન-હાઉસ તપાસ અનુસાર જ્યારે હાઈકોર્ટના જજ પર આરોપ લગાવવામાં આવે છે ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ પ્રારંભિક તપાસ બાદ સંબંધિત જજ પાસેથી જવાબ માંગે છે, આ મામલાની તપાસ માટે 3 જજોની સમિતિની રચના કરે છે.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે રિપોર્ટ રજૂ કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસ્ટિસ વર્મા પર આરોપ ત્યારે સામે આવ્યા જ્યારે તેમના આવાસમાં આગ લાગ્યા બાદ કથિત રીતે મોટી માત્રામાં કેશ મળી આવી. કેટલાક અહેવાલોમાં આ આંકડો આશરે 15 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે, જોકે આ આંકડાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બિનહિસાબી રોકડની કથિત વસૂલાત બાદ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે એક બેઠક બોલાવી હતી અને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે.ઉપાધ્યાયને જસ્ટિસ વર્મા સામેના આક્ષેપો સંદર્ભે રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યું હતું. આ રિપોર્ટ 21 માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ અલગ : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ અલગ છે. “જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને બનેલી ઘટનાને લઈને ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.





