Delhi Red Fort Blast : રાજધાની દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે અને તેના સંબંધને ફરીદાબાદ વાળા આતંકી મોડ્યુલ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ફરીદાબાદથી ધરપકડ કરાયેલ ડો.શાહીન શાહિદના ઘરે પણ એનઆઈએ, એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ પણ પહોંચી હતી. શાહીનના પિતા શાહિદ અંસારીએ કહ્યું કે અમારી દીકરી આવું ન કરી શકે.
ડો.શાહીન શાહિદના ઘરે ઘણા મીડિયા કર્મીઓ પહોંચ્યા છે અને તેમને શાહીનને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં શાહીનના પિતાએ કહ્યું કે મારે ત્રણ બાળકો છે, મોટો પુત્ર શોએબ છે જે મારી સાથે રહે છે, બીજો શાહીન છે જેની તમે વાત કરી રહ્યા છો. મને વિશ્વાસ નથી, મેં એક મહિના પહેલા શાહીન સાથે વાત કરી હતી, હું દર અઠવાડિયે પરવેઝ સાથે વાત કરું છું.
કોણ છે ડો.શાહીન શાહિદ?
શાહીન શાહિદની વાત કરીએ તો તેઓ જીએસવીએમ મેડિકલ કોલેજ, કાનપુરમાં પ્રવક્તા પદ પર કાર્યરત રહી છે. આ સિવાય જાહેર સેવા આયોગ દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. 2009 અને 2010 વચ્ચે તેની બદલી કન્નૌજની સરકારી મેડિકલ કોલેજમાં કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2013માં મેડિકલ કોલેજ કાનપુરથી અચાનક નોટિસ લીધા વગર ગાયબ થઈ ગઈ હતી. રાજ્યમાં ચર્ચા બાદ મેડિકલ કોલેજમાં રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધની કેવી રીતે થશે પુષ્ટિ? તપાસ એનઆઈએને સોંપી
ફરીદાબાદમાં નોકરીની કહી હતી વાત
શાહીનના પિતાએ જણાવ્યું હતું કે તે ઘણા સમય પહેલા તેમના ઘરથી ચાલી ગઇ હતી અને ફરીદાબાદમાં નોકરી કરતી હતી. તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે તેના લગ્ન મહારાષ્ટ્રના એક વ્યક્તિ સાથે થયા હતા, ત્રીજો ભાઈ પરવેઝ છે, જેના ઘરે આજે સવારે દરોડા પાડવામાં આવ્યા હતા.
શાહીનના પિતાએ કહ્યું કે તેઓ માનતા નથી કે તેમની પુત્રી આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ છે. શાહીન લગભગ દોઢ વર્ષ પહેલા તેના પિતાને મળવા લખનઉ પહોંચી હતી અને એક મહિના પહેલા શાહીન સાથે વાત કરી હતી.
મુજમ્મિલ પાસે શાહીનની કાર મળી
ફરીદાબાદ મોડ્યુલ કેસમાં જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મુજમ્મિલ શકીલની ધરપકડ કરી હતી. મુજમ્મિલ પાસેથી એક સ્વિફ્ટ કાર મળી આવી હતી, જેમાંથી એકે-47 જેવી એસોલ્ટ રાઇફલ પણ જપ્ત કરવામાં આવી હતી.
તેમાંથી પોલીસે એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝિન અને બે ખાલી બોક્સ પણ જપ્ત કર્યા છે. હવે મહત્વની વાત એ છે કે મુઝમ્મિલમાં મળી આવેલી સ્વિફ્ટ કાર ડો.શાહીનની હતી. જે બાદ ડો.શાહીનની પણ ધરપકડ કરવામાં આવી હતી.





