Delhi Election Exit Poll 2025: એક્ઝિટ પોલમાં BJP માટે સારા સમાચાર, AAP એ કહ્યું- અમે જીતીશું

Delhi Election Exit Poll Result 2025: દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટો પર વોટિંગ સમાપ્ત થયા બાદ હવે વિભિન્ન ચેનલ્સ અને રિસર્ચ સંસ્થાઓ એક્ઝિટ પોલ જાહેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સામે આવેલા એક્ઝિટ પોલ્સમાં બીજેપી અને આમ આદમી પાર્ટીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

Written by Rakesh Parmar
Updated : February 05, 2025 22:56 IST
Delhi Election Exit Poll 2025: એક્ઝિટ પોલમાં BJP માટે સારા સમાચાર, AAP એ કહ્યું- અમે જીતીશું
દિલ્હી વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે.

Delhi Election Exit Poll Result 2025: દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટો પર વોટિંગ સમાપ્ત થયા બાદ હવે વિભિન્ન ચેનલ્સ અને રિસર્ચ સંસ્થાઓ એક્ઝિટ પોલ જાહેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સામે આવેલા એક્ઝિટ પોલ્સમાં બીજેપી અને આમ આદમી પાર્ટીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ્સ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ એક પ્રકારનું અનુમાન હોય છે. ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા અને ઘણી વખત સાચા પણ સાબિત થાય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું સાચું પરિણામ 8 ઓક્ટોબર 2025ના રોજ જાહેર થશે.

મેટ્રિઝ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 32-37 સીટો મળવાનું અનુમાન છે. આ સિવાય ભાજપને 35-40 સીટો અને કોંગ્રેસને 0-1 સીટો મળી શકે છે. People’s Pulse એક્ઝિટ પોલ અનુસાર, બીજેપીને 51-60, આમ આદમી પાર્ટીને 10-19 અને કોંગ્રેસને શૂન્ય સીટો મળવાનું અનુમાન છે. Poll Diary અનુસાર, AAP ને 18-25, ભાજપને 42-50 અને કોંગ્રેસને 0-2 સીટો મળવાનું અનુમાન છે. P-MARQ એક્ઝિટ પોલમાં BJP આગળ, પી-માર્ક પોલ અનુસાર દિલ્હીની 70 સીટોમાંથી ભાજપને 39-49 સીટો, આપને 21-31 સીટો અને કોંગ્રેસને 00-01 સીટો મળવાની સંભાવના છે.

એક્ઝિટ પોલBJP (બેઠકોનું અનુમાન)AAP (બેઠકોનું અનુમાન)કોંગ્રેસ (બેઠકોનું અનુમાન)
ચાણક્ય સ્ટ્રેટર્જીસ39-4425-282-3
મેટ્રીઝ35-4032-370-1
પી-માર્ક39-4421-310-1
પીપલ્સ પલ્સ51-6010-180-1
પીપલ્સ્સ ઈનસાઈટ40-4425-280-1
પોલ ડાયરી42-5018-250-2
જેવીસી39-4522-310-2
અલગ-અલગ એક્ઝિટ પોલના તારણો

કેજરીવાલના જુઠ્ઠાણાની હાર થઈ- ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે. આ માત્ર તેમની હાર નથી પરંતુ તેમના જુઠ્ઠાણાની હાર છે. તેમણે કહ્યું,”કેજરીવાલ જી ચૂંટણી હારી ગયા છે અને આ માત્ર તેમની હાર નથી પરંતુ તેમના જુઠ્ઠાણા, છલ અને ભ્રષ્ટાચારની પણ હાર છે. કેજરીવાલ રાજનીતિમાં તમારૂ સ્થાન સમાપ્ત થઈ ગયું છે. જો તમે સિનેમામાં ચાલ્યા ગયા તો કદાચ તમે તમારી માસુમિયતભરી એક્ટિંગથી સારામાં સારા અભિનેતાને ટક્કર આપી શકો છો. કેજરીવાલે દિલ્હીમાં ગરીબ લોકોને દગો આપ્યો છે.”

કેજરીવાલે દિલ્હીને બરબાદ કરી નાંખ્યું – ડો. પંકજ કુમાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ વિકાસપુરી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર ડો. પંકજ કુમારે કહ્યું કે,”દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી રહી છે. કેજરીવાલે દિલ્હીને બરબાદ કરી નાંખ્યું છે. પીવાના પાણીની અછત છે, રોડ-રસ્તાની હાલત ખરાબ છે. જનતા ખુબ જ મુશ્કેલીમાં છે. દિલ્હીની જનતા કેજરીવાલના વાયદાઓથી થાકી ગઈ છે અને પોતાનો સંપૂર્ણ આક્રોષ વ્યક્ત કરશે.”

એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે – પ્રિયંકા કક્કડ

ઘણા એક્ઝિટ પોલમાં બીજેપીની જીતના અનુમાન પર પ્રિયંકા કક્કડે કહ્યું- એક્ઝિટ પોલ હંમેશાથી AAP માટે ખોટા સાબિત થયા છે. અમે હંમેશા સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી છે અને આ વખતે પણ એવું જ થશે. કેટલાક એક્ઝિટ પોલ અમને જીતતા દેખાડી રહ્યા છે. પરંતુ હું તમામ લોકોને કહેવા માંગીશ કે 8 ફેબ્રુઆરીની રાહ જુઓ, અરવિંદ કેજરીવાલ ભારે બહુમત સાથે સરકાર બનાવશે.

એક્ઝિટ પોલ પર ગ્રેટર કૈલાશ વિધાનસભાના આપ ઉમેદવાર સૌરભ ભારદ્વાજે કહ્યું- “અમે દિલ્હીમાં 3 વિધાનસભા ચૂંટણી લડી છે અને આ ચોથી વિધાનસભા ચૂંટણી અમે લડી રહ્યા છીએ… 2013, 2015 ના એક્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યું હતું કે અમે હારીશુ અને 2020માં એક્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યું હતું કે અમને ઓછા નંબર મળશે. એજ રીતે 2025માં પણ દેખાડવામાં આવી રહ્યું છે કે, અમને ઓછી સીટો મળશે. મને લાગે છે કે, એક્ઝિટ પોલે હંમેશા દેખાડ્યું છે કે તમને ઓછા વોટ મળશે. બીજેપી હંમેશા સામાન્ય માણસનો અવાજ દબાવી રહી છે જેથી તેઓ ડરના માર્યા બોલી ના શકે… આપ નો વોટ શેર હંમેશા એક્ઝિટ પોલમાં દેખાડવામાં આવેલ વોટથી વધુ આવે છે.”

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ કેટલા સટીક? જાણો સર્વેક્ષણ આગાહી

Delhi Election 2025 Exit Poll Result LIVE: મતદાન ટકાવારી 60% થી વધુ રહેશે – પ્રવીણ ખંડેલવાલ

ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું – “મારા લોકસભા મતવિસ્તારમાં વિવિધ મતદાન મથકો પર કતારો છે. મને વિશ્વાસ છે કે અમે દિલ્હીમાં 60% મતદાનનો આંકડો પાર કરીશું…”

ક્યાં અને કેટલું મતદાન થયું?

ટર્ન આઉટ મુજબ, આદર્શ નગર વિધાનસભા બેઠક પર 53.80%, આંબેડકર નગર વિધાનસભા બેઠક પર 56.98%, બાબરપુર વિધાનસભા બેઠક પર 63.64%, બદરપુર વિધાનસભા બેઠક પર 54.51%, બાદલી વિધાનસભા બેઠક પર 60.88%, બવાના વિધાનસભા બેઠક પર 57.55%, બિજવાસન વિધાનસભા બેઠક પર 58.0% મતદાન થયું છે.

ફર્સ્ટ વોટરે કયા મુદ્દાઓ પર મતદાન કર્યું?

Delhi Election 2025 Exit Poll Result LIVE: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારોએ મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ, રોજગારની સારી તકો અને રાષ્ટ્રીય રાજધાનીના એકંદર વિકાસ પર ભાર મૂક્યો છે.

કાલકાજીના મતદાન મથક પર પહેલી વાર મતદાન કરનાર પ્રિયા શર્મા (19) એ કહ્યું, “હું લોકશાહીના મહત્વ વિશે સાંભળીને મોટી થઈ છું, પરંતુ મતદાનમાં ભાગ લેવો એ એક સંપૂર્ણપણે અલગ અને આનંદદાયક અનુભવ હતો. દરેક મત મહત્વનો છે અને હું હવે આપણા ભવિષ્યને આકાર આપવાની કવાયતનો ભાગ છું. આ મારા જીવનમાં એક નવા વળાંક જેવું લાગે છે.

માતા સુંદરી કોલેજની બીબીએ પ્રથમ વર્ષની વિદ્યાર્થીની અને ગોલ માર્કેટની રહેવાસી કશિશે પહેલી વાર મતદાન કરવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેણીએ કહ્યું, “મારી કોલેજમાં, અમે બધા મિત્રો મતદાનમાં ભાગ લેવા માટે ઉત્સુક હતા. હું અહીં મહિલાઓ માટે વધુ સારું વાતાવરણ બનાવવાના ઉદ્દેશ્યથી મતદાન કરવા આવી છું. હું મારી માતા સાથે એકલો રહું છું અને ક્યારેક તે મુશ્કેલ હોઈ શકે છે. મહિલાઓએ હંમેશા પોતાની સુરક્ષાની ચિંતા ન કરવી જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ