Bihar Elections 2025: શું AIMIM એ કાપ્યા મહાગઠબંધનના વોટ? 5 બેઠકો પર મેળવી જીત

શું અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મહાગઠબંધનના મતોમાં કાપ મૂક્યો છે? AIMIM 5 બેઠકો જીતી લીધી છે, જે સીમાંચલ ક્ષેત્રમાં મુસ્લિમ મતોનું વિભાજન દર્શાવે છે.

Written by Rakesh Parmar
November 14, 2025 20:02 IST
Bihar Elections 2025: શું AIMIM એ કાપ્યા મહાગઠબંધનના વોટ? 5 બેઠકો પર મેળવી જીત
બિહાર વિધાનસભા ચૂંટણીમાં AIMIM 5 બેઠકો જીતી લીધી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) એ 243 માંથી 202 બેઠકો જીતીને રેકોર્ડ વિજય મેળવ્યો છે, જ્યારે મહાગઠબંધન ફક્ત 34 બેઠકો પર સમેટાઈ ગયું છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની સરખામણીમાં NDA ને 70 થી વધુ બેઠકો મળી છે, જ્યારે મહાગઠબંધનને પણ આવી જ હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. શું અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મહાગઠબંધનના મતોમાં કાપ મૂક્યો છે?

નિષ્ણાતો અને ચૂંટણી વિશ્લેષકોના મતે, હા – AIMIM નો મત હિસ્સો વધીને 1.4% થયો છે, જે મુખ્યત્વે RJD ના પરંપરાગત મુસ્લિમ મત બેંકમાંથી આવ્યો છે. આના પરિણામે મહાગઠબંધનના કુલ મત ભાગમાં 3%નો ઘટાડો થયો છે. AIMIM 5 બેઠકો જીતી લીધી છે, જે સીમાંચલ ક્ષેત્રમાં મુસ્લિમ મતોનું વિભાજન દર્શાવે છે.

AIMIM ની અસર: મુસ્લિમ મતોનું વિભાજન, મહાગઠબંધનને નુકસાન

ચૂંટણી પંચના ડેટા અને વિવિધ વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે AIMIM એ સીમાંચલ (પૂર્ણિયા, કટિહાર, અરરિયા, કિશનગંજ) જેવા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં RJD ના મત હિસ્સામાં ઘટાડો કર્યો હતો. AIMIM નો મત હિસ્સો જે 2024 ની લોકસભા ચૂંટણીમાં 0.9% હતો, આ વખતે વધીને 1.4% થયો છે. આ વધારો મુખ્યત્વે મહાગઠબંધનના ભોગે થયો હતો, જેનો કુલ મત હિસ્સા 40.1% થી ઘટીને 36.9% થયો હતો. RJD નો મત હિસ્સા 22.6% થી નજીવો વધીને 23% થયો હતો, પરંતુ કોંગ્રેસનો મત 9.4% થી ઘટીને 7.9% થયો હતો. નિષ્ણાતો કહે છે કે AIMIM એ મહાગઠબંધન પાસેથી ફક્ત 6 બેઠકો માંગી હતી, પરંતુ ગઠબંધનના ‘ઘમંડી’ અસ્વીકારથી મુસ્લિમ મતો વિભાજીત થયા.

AIMIM ના જીતેલા પાંચ ઉમેદવારો

ક્રમાંકવિધાનસભાજીતેલા ઉમેદવારટોટલ વોટમાર્જિન
1જોકીહાટ (50)મોહમ્મદ મૂર્શિદ આલમ8373728803
2બહાદુરગંજ (52)એમ.ડી. તૌસીફ આલમ8731528726
3કોચધામન (55)એમડી. સરવર આલમ8186023021
4અમોર (56)અખ્તરૂલ ઈમાન10083638928
5બાઈસી (57)ગુલામ સરવર9276627251

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ