Digvijay Diwas 2024 Date, Theme, History, Importance : દિગ્વિજય દિવસ દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડવામાં આવ્યો છે અને લોકો આ દિવસને ખૂબ ગર્વથી ઉજવે છે. આ દિવસે સ્વામી વિવેકાનંદની જીવનશૈલીની વાત કરવામાં આવે છે અને તેમના ઐતિહાસિક ભાષણની યાદોને યાદ કરવામાં આવે છે. સાથે જ યુવાનોને તેમના વિચારો પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત આ ગૌરવશાળી દિવસ સાથે એક ખાસ ઇતિહાસ જોડાયેલો છે. આ વર્ષે દિગ્વિજય સિંહની 131મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે.
દિગ્વિજય દિવસ કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે
1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણની યાદમાં દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદમાં હિન્દુ ધર્મ અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો.
આ દિવસ સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક વારસા અને વૈશ્વિક મંચ પર ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકાની યાદ અપાવે છે. વૈશ્વિક બંધુત્વ અને ધાર્મિક સદ્ભાવનો તેમનો સંદેશ આજના વિશ્વમાં વિશેષ મહત્વ ધરાવે છે, જ્યાં ધાર્મિક સંઘર્ષો અને અસહિષ્ણુતા હજુ પણ મહત્વપૂર્ણ પડકારો ઉભા કરે છે. આ દિવસ સ્વામી વિવેકાનંદની એકતા, સહિષ્ણુતા અને સ્વીકૃતિના સંદેશનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો – શા માટે ઉજવાય છે નેશનલ સ્પોર્ટ્સ ડે? જાણો ઈતિહાસ અને મહત્વ
દિગ્વિજય દિવસ મહત્વ
આ દિવસ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, આ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિગ્વિજય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને વિચારોને સમાજમાં ફેલાવવાનો અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજના વિકાસમાં યોગદાન આપવાનો છે. આ દિવસ ભારતીય સંસ્કૃતિ, યોગ, ધ્યાન અને વિશ્વ શાંતિના વિચારો ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ ક્વોટ
- ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં.
- બ્રહ્માંડની બધી શક્તિઓ આપણી અંદર છે. એ આપણે જ છીએ જેણે પોતાની આંખો સામે હાથ રાખ્યો છે અને રડતા કહ્યું કે અંધારું છે.
- સચ્ચાઇને કહેવાની હજાર રીત હોય છે છતા પણ સચ તો તે જ રહે છે
- આપણે જેટલું બીજાનું ભલું કરીએ છીએ, તેટલું જ આપણું હૃદય શુદ્ધ બને છે અને તેમાં ઈશ્વર વસે છે.
- ક્યારેય ન વિચારો કે આત્મા માટે કશું અસંભવ છે. આવો વિચાર કરવો સૌથી મોટો વિધર્મ છે. જો કોઇ પાપ છે તો આ જ છે, એવું કહેવું કે તમે નિર્બળ છો કે અન્ય નિર્બળ છે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલાની વર્ષગાંઠ
11 સપ્ટેમ્બર 2024ના રોજ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલાની 24મી વર્ષગાંઠ છે. વર્ષ 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલા આતંકવાદી હુમલામાં 6 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. જે પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હુમલો કર્યો હતો. ઓસામા બિન લાદેનને મારીને બદલો લીધો હતો.
રાષ્ટ્રીય વન શહીદ દિવસ
રાષ્ટ્રીય વન શહીદ દિવસ ભારતમાં દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસ દેશમાં ફરજ બજાવી રહેલા એવા કર્મચારીઓને સમ્માનિત કરવા માટે ઉજવાય છે જેો ભારતમાં વન્ય જીવો, જંગલો અને જંગલોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. આ દિવસ વન રક્ષકો, કર્મચારીઓ અને વન અધિકારીઓના બલિદાનને યાદ તેમજ સમ્માનિત કરવા માટે ઉજવાય છે.