Dilip Ghosh Marriage News: પશ્ચિમ બંગાળના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ ઘોષ 61 વર્ષની ઉંમરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દિલીપ ઘોષ જે મહિલા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે તે ભાજપ કાર્યકર્તા જ છે. આ મહિલા નું નામ રિંકુ મજુમદાર છે. દિલીપ ઘોષ અને રિંકુ મજુમદાર થોડા સમય પહેલા એક ક્રિકેટ મેચ દરમિયાન સાથે જોવા મળ્યા હતા, ત્યારથી અટકળો શરૂ થઈ ગઈ હતી.
દિલીપ ઘોષ કોની સાથે લગ્ન કરશે?
દિલીપ ઘોષ જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે તે રિંકુ મજુમદાર ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ મહિલા મોરચાની જવાબદારી સંભાળવાની સાથે સાથે તેમણે અનેક આંદોલનોમાં પણ ભાગ લીધો છે, તેમની પોતાની એક લોકપ્રિયતા છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દિલીપ ઘોષ રિંકુને ઘણા સમયથી ઓળખે છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન દિલીપ ઘોષની હાર બાદ પણ રિંકુ મજુમદારે તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
દિલીપ ઘોષ લગ્ન માટે કેવી રીતે સંમત થયા?
સૌથી મોટી વાત એ છે કે હાર બાદ જ્યારે દિલીપ ઘોષ હતાશ હતા ત્યારે રિંકુ મજુમદાર પહેલી મહિલા હતી જેણે તેમને સપોર્ટ કર્યો, તેમને તાકાત આપી હતી. આ સાથે જ રિંકુ મજુમદારે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. હવે જણાવવામાં આવી રહ્યું છે કે દિલીપ ઘોષ પહેલા લગ્ન માટે તૈયાર નહોતા, પરંતુ જ્યારે તેમના પરિવારે તેમને મનાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે આ જીવનચક્રને પણ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે રિંકુ મજુમદારને એક પુત્ર પણ છે.
લગ્ન ક્યાં અને ક્યારે થશે, ક્યાં મહેમાનો આવશે?
બાય ધ વે, મીડિયાએ દિલીપ ઘોષને પણ લગ્ન અંગે સવાલ કર્યા હતા. આ સવાલ પર દિલીપે પોતાની રમૂજી અંદાજમાં જવાબ આપતા તેમણે સીધું જ કહ્યું- ‘કેમ, હું લગ્ન ન કરી શકું? શું લગ્ન કરવા એ ગુનો છે?” તેમના આ નિવેદન પર મીડિયા પણ હસી પડ્યું અને રમુજી માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નનું આયોજન ખૂબ જ ખાનગી રીતે કરવામાં આવી રહ્યું છે, મહેમાનોની યાદી પણ નાની હશે. અહેવાલ છે કે દિલીપ ઘોષ રિંકુ મજુમદાર સાથે ન્યૂટાઉન સ્થિત તેમના નિવાસસ્થાને લગ્ન કરવા જઈ રહ્યા છે.





