ડાયનાસોરના ઈંડાની આમલેટ અને પશુપાલનનો ધંધો, આ AI જનરેટેડ વીડિયો જોઈ તમે ચોંકી જશો

Dinosaur AI video: કેરળના પલક્કડમાં ડાયનાસોરની ખેતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Written by Rakesh Parmar
March 24, 2025 19:23 IST
ડાયનાસોરના ઈંડાની આમલેટ અને પશુપાલનનો ધંધો, આ AI જનરેટેડ વીડિયો જોઈ તમે ચોંકી જશો
કેરળના પલક્કડમાં ડાયનાસોરની ખેતીનો વીડિયો વાયરલ. (તસવીર: ઇન્સ્ટાગ્રામ (એઆઈ જનરેટ કરેલ)

જ્યારે આપણે કેરળના પલક્કડ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણને ભવ્ય પશ્ચિમી ઘાટની પૃષ્ઠભૂમિ સામે આવેલા લીલાછમ ખેતરોનો વિચાર આવે છે. જોકે, પલક્કડના ડાયનામુકુ નામના કાલ્પનિક ગામમાં લોકો ડાયનાસોર સાથે સુમેળમાં રહેતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

1.25 મિનિટના આ વીડિયોમાં ડાયનાસોરનું એક મોટું ટોળું ધીમે-ધીમે ખેતરમાં આગળ વધતું દેખાય છે. “માણસો દ્વારા પાળેલા પ્રાણીઓમાં ડાયનાસોર પ્રથમ હતા,” તેવુ આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે.

આ વીડિયોમાં ડાયનાસોરને તેમને તેમના ઇંડા અને માંસ માટે ઉછેરવામાં આવે છે. ત્યારપછીના દ્રશ્યોમાં એક મહિલા તેના આંગણામાં એક નાના ડાયનાસોર માટે ખોરાક તૈયાર કરતી, લુંગી પહેરેલો એક માણસ તેના માથા પર એક મોટું ડાયનાસોર ઈંડું લઈને જતો અને ડાયનાસોરનો માલ વેચતી દુકાનો દેખાડવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ પેજ સ્ટોરીટેલર્સ યુનિયને બાળકો સાથે રમતા, ડાયનાસોરના ઇંડા રાંધતા અને ખાતા અને ડાયનાસોરની ખેતી કરતા ડાયનાસોરના બાળકોનો એક અતિ સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં મનોહરન નામનો એક AI પાત્ર ડાયનાસોર ઉછેરવાનો પોતાનો અનુભવ વર્ણવે છે.

તે કહે છે, “તે ખેતીની એક સરળ અને વધુ નફાકારક પદ્ધતિ છે, એક વર્ષમાં અમે ડાયનાસોરમાંથી લગભગ 300 ઇંડા ઉત્પન્ન કરીએ છીએ.” તે કહે છે કે ડાયનાસોરના ઈંડાનું આમલેટ સ્વાદિષ્ટ હોય છે.

આ પણ વાંચો: ગરમીમાં દરરોજ ગુલકંદ ખાવાના ફાયદા

આ વીડિયોમાં એક સુંદર ગ્રામીણ પૃષ્ઠભૂમિ સામે સેટ કરવામાં આવ્યો છે. કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ કરીને બનાવેલા ડાયનાસોરના સૌથી સચોટ હાવભાવ અને દ્રશ્ય ગુણવત્તા સાથે બનાવવામાં આવ્યો છે.

અભિનેતા શિવકાર્તિકેયન અને અભિનેત્રી ઐશ્વર્યા લક્ષ્મી સહિત ઘણી હસ્તીઓએ પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. આ પ્રશંસનીય વીડિયો ધ સ્ટોરીટેલર્સ યુનિયનના મગજની ઉપજ હતી, જે 6 મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓનું ગ્રુપ છે જે સિનેમામાં સફળ થવાની ઇચ્છા રાખે છે. ટૂંકી ફિલ્મોથી શરૂ થયેલી તેમની સફર હવે જાહેરાતો અને સંગીત વીડિયોઝ સુધી વિસ્તરી છે. કૃત્રિમ બુદ્ધિ (AI) એ તેમની નવી રચના છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ