Diwali 2025 : ભારતીય રેલવેએ તહેવારોની મોસમમાં મુસાફરોની સલામતી અને ભીડ હેન્ડલિંગ સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. તાજેતરમાં ભારતીય રેલવેએ કોઈ દુર્ઘટના અથવા મુશ્કેલી ટાળવા માટે નવી દિલ્હી સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાનું નિર્માણ પૂર્ણ કર્યું છે. બાંદ્રા ટર્મિનસ, ઉધના અને સુરત સહિતના અન્ય મુખ્ય સ્ટેશનો પર પણ પીક અવર્સ દરમિયાન મુસાફરોની સરળ અવરજવર માટે હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવ્યા છે.
મુસાફરોની સલામતી માટેની વ્યવસ્થા
રેલવે મંત્રાલયે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ 6 વસ્તુઓ સાથે ન લઇ જાય. આ નિર્દેશનો હેતુ તહેવારોની મોસમ દરમિયાન સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.
ભારતીય રેલવેએ આ વસ્તુઓ લઈ જવાની મનાઇ કરી
રેલવે મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટ્રેનોમાં ફટાકડા અથવા કોઈ જ્વલનશીલ સામગ્રી ન લઈ જાય. ’
- ફટાકડા
- કેરોસીન
- ગેસ સિલિન્ડર
- ચુલો
- માચિસ
- સિગારેટ
ગયા વર્ષે અકસ્માતો અને ગુનાઓને રોકવાના ઉદ્દેશ્ય સાથે RPF એ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે એક વ્યાપક સુરક્ષા એડવાઈઝરી જારી કરી હતી.
આ પણ વાંચો – ભારતના ટોચના સેના અધિકારીનો દાવો, ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા
- ટ્રેન અથવા સ્ટેશન પર કોઈપણ ફટાકડા, જ્વલનશીલ પદાર્થ અથવા શંકાસ્પદ વસ્તુ અથવા વ્યક્તિની તાત્કાલિક જાણ RPF/GRP કર્મચારીઓ અથવા રેલવે અધિકારીઓને કરો.
- તમારી કિંમતી વસ્તુઓ તમારી નજીક અને નજરમાં રાખો.
- હળવા સામાન સાથે મુસાફરી કરો અને વધારાની સુરક્ષા માટે ડિજિટલ ચુકવણી પસંદ કરો.
- હંમેશાં બાળકો સાથે કોઇ મોટી વ્યક્તિ હોય તે સુનિશ્ચિત કરો.
- અનાઉસમેન્ટ પર ધ્યાન આપો.
- રેલવે કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરો.