US President Donald Trump Health Update : અમેરિકાના પ્રમુખના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પના એમઆરઆઈ સ્કેન જાહેર કર્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એમઆરઆઈ ઓક્ટોબર 2025માં કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના હૃદય કે લોહીના પ્રવાહમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.
પોલિટિકોના એક અહેવાલ અનુસાર, મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝ સહિત ઘણા ડેમોક્રેટ્સે તેમની માનસિક તીવ્રતા અને એકંદર સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા પછી, ટ્રમ્પ પર તેમના મેડિકલ ટેક્સના રિપોર્ટ જાહેર કરવા માટે દબાણ વધી રહ્યું હતું. આ ઉનાળાની શરૂઆતમાં, ટ્રમ્પ તેમના ઘૂંટણમાં સોજો અને તેમના જમણા હાથના પાછળના ભાગે ઉઝરડાના કારણે ચર્ચામાં આવ્યા હતા.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોમવારે રાષ્ટ્રપતિના ડોક્ટર દ્વારા આપવામાં આવેલા અપડેટ વાંચતા જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉંમરમાં કાર્યકારી શારીરિક પરિક્ષણ માટે આ સ્તરનું વિસ્તૃત મૂલ્યાંકન માપદંડ છે અને તે પુષ્ટિ કરે છે કે તેમનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું છે.”
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા લેવિટે જણાવ્યું હતું કે એમઆરઆઈ સ્કેનનો હેતુ કોઈપણ સમસ્યાઓને વહેલી તકે શોધવા માટે નિવારક પગલું છે. રિપોર્ટ વાંચતા પ્રેસ સેક્રેટરીએ પુષ્ટિ કરી હતી કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની કાર્ડિયાક ઇમેજિંગ સંપૂર્ણપણે સામાન્ય હતી અને ધમનીઓ સાંકડી થવાને કારણે હૃદય અથવા મુખ્ય વાહિનીઓમાં લોહીના પ્રવાહમાં અવરોધ અથવા અસામાન્યતાના કોઈ પુરાવા નથી. ”





