વીજળીનું બિલ અડધું કરી દેશે આ કમાલની ટ્રિક્સ, એસી ચલાવ્યા બાદ પણ બચશે પૈસા, જાણો કેવી રીતે

electricity bill reduce tricks : ઉનાળાની ઋતુમાં એસી, કૂલર ચલાવવાથી બિલ પણ વધી જાય છે, જેના કારણે ખિસ્સા પરનો ભાર વધી જાય છે. જોકે તમને જણાવી દઈએ કે કેટલીક સરળ ટિપ્સ અને ટ્રિક્સ અપનાવીને તમે પણ ખિસ્સા પરનો આ ભાર ઓછો કરી શકો છો

electricity bill reduce tricks : ઉનાળાની ઋતુમાં એસી, કૂલર ચલાવવાથી બિલ પણ વધી જાય છે, જેના કારણે ખિસ્સા પરનો ભાર વધી જાય છે. જોકે તમને જણાવી દઈએ કે કેટલીક સરળ ટિપ્સ અને ટ્રિક્સ અપનાવીને તમે પણ ખિસ્સા પરનો આ ભાર ઓછો કરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
electricity bill reduce tricks, electricity bill reduce

ઉનાળાની ઋતુમાં એસી, કૂલર ચલાવવાથી બિલ પણ વધી જાય છે, જેના કારણે ખિસ્સા પરનો ભાર વધી જાય છે (તસવીર - ફ્રીપિક))

electricity bill reduce tricks : એપ્રિલની શરૂઆત થઇ ગઇ છે, આ સાથે જ ગરમી પણ વધવા લાગી છે. કાળઝાળ ગરમી અને લૂ થી બચવા માટે લોકોએ ઘરની બહાર જવાનું ટાળવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં ઉવાળામાં વીજળીના બિલમાં વધારો થશે. ઉનાળાની ઋતુમાં એસી, કૂલર ચલાવવાથી બિલ પણ વધી જાય છે, જેના કારણે ખિસ્સા પરનો ભાર વધી જાય છે. જોકે તમને જણાવી દઈએ કે કેટલીક સરળ ટિપ્સ અને ટ્રિક્સ અપનાવીને તમે પણ ખિસ્સા પરનો આ ભાર ઓછો કરી શકો છો.

Advertisment

ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર શશાંક અલશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને કેટલીક કમાલની પદ્ધતિઓ આપી છે, જેને અપનાવીને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો કરી શકાય છે. આવો જાણીએ આ પદ્ધતિઓ વિશે-

ટીપ નંબર 1- મેઇન સ્વીચ છે જરૂરી

વીડિયોમાં શશાંક સમજાવે છે કે તમારા ઘરના કોઈપણ ઉપકરણ જેવા કે વોશિંગ મશીન, ટીવી, સેટઅપ બોક્સ અથવા પંખા વગેરેને હંમેશા મુખ્ય સ્વીચથી બંધ કરો. તેઓ રિમોટ અથવા બટન વગેરેથી બંધ કરવામાં આવે ત્યારે પણ વીજળી ખેંચી શકે છે, જેથી તેઓ ઉપયોગમાં ન હોય ત્યારે પણ બીલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ ન કરી રહ્યા હોવ ત્યારે મુખ્ય સ્વીચથી તેને ચોક્કસપણે બંધ કરો.

ટિપ નંબર 2- એસીના ટેમ્પરેચર પર ધ્યાન આપો

શશાંક સમજાવે છે કે ઉનાળાની ઋતુમાં એસીનું ટેમ્પરેચર હંમેશા 24થી 26 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. તેનાથી કૂલિંગ તો સારું થાય જ છે, સાથે સાથે વધારે વીજળીનો વપરાશ પણ વધારે થતો નથી. ધ્યાનમાં રહે કે તમે જેટલું ઓછું ટેમ્પરેચર કરશો, તેટલી વધુ વીજળીનો ઉપયોગ થશે અને બિલ પણ વધારે આવશે. આ સિવાય તમે વધુ સારા પરિણામો માટે ટાઇમર સેટ કરી શકો છો.

Advertisment

આ પણ વાંચો - OnePlus Nord CE4 : 50MP કેમેરો, 100W ફાસ્ટ ચાર્જિંગ વાળો નવો ફોન લોન્ચ, જાણો શું છે કિંમત

ટિપ નંબર 3 - એલઇડી બલ્બનો ઉપયોગ કરો

વીજળીના બિલને ઘટાડવાની ત્રીજી ટિપ સમજાવતા શશાંક જૂના ફિલામેન્ટ બલ્બના સ્થાને એલઇડી બલ્બ લગાવવાની ભલામણ કરે છે. શશાંક જણાવે છે કે 10 વોટનો ફિલામેન્ટ બલ્બ 10 કલાકમાં 1 યુનિટ વીજળીનો વપરાશ કરે છે. તે જ સમયે એલઇડી બલ્બ 111 કલાકમાં 1 યુનિટનો વપરાશ કરે છે. એવામાં ફિલામેન્ટ બલ્બની જગ્યાએ એલઇડી બલ્બ લગાવીને આપનું વીજળીનું બિલ પણ ઘટાડી શકો છો.

શશાંક અલશીથી અલગ હરિયાણા સરકારની સત્તાવાર વેબસાઇટે પણ વીજળીનો વપરાશ અને તેના બિલને ઘટાડવાના કેટલાક સરળ ઉપાયો આપ્યા છે. ચાલો તેમના પર એક નજર કરીએ-

ગંદી ટ્યુબલાઈટ્સને સાફ રાખો

વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ ગંદી ટ્યૂબલાઈટથી લાઈટ તો ઓછી મળે જ છે, સાથે જ લાઈટનો ઉપયોગ પણ વધારે થાય છે. આ કિસ્સામાં તમારી ટ્યુબ લાઇટ્સ અને લેમ્પ્સને નિયમિતપણે સાફ કરો.

રેફ્રીજરેટરને યોગ્ય જગ્યાએ રાખો

આપેલી માહિતી મુજબ રેફ્રિજરેટરને ગરમીના તમામ સ્ત્રોતોથી દૂર રાખવું જોઈએ. એટલું જ નહીં ફ્રિજને એવી જગ્યાએ ન રાખવું જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હોય. આ સિવાય ફ્રિજને રેડિયેટર, ઓવન, ઇન્વર્ટર વગેરે જેવા ઉપકરણોથી દૂર રાખો. સાથે જ ધ્યાન રાખો કે તમારું ફ્રિજ હંમેશા સંપૂર્ણપણે બંધ રહે છે. આ માટે તમે અંધારું હોય ત્યારે ફ્રિજની અંદર ટોર્ચ મૂકીને ટેસ્ટ કરી શકો છો. ફ્રિજ બંધ કર્યા પછી પણ ટોર્ચની લાઈટ બહાર આવી રહી છે તો તમારે સીલ બદલવાની જરૂર છે.

આ રીતે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો.

દેશ