Engineer’s Day 2024 : 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે કેમ મનાવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને થીમ

Engineer Day 2024 Date : કોઈપણ દેશના નિર્માણમાં એન્જિનિયરોનું મહત્વનું યોગદાન હોય છે. દેશની પ્રગતિમાં એન્જિનિયરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે

Written by Ashish Goyal
September 14, 2024 23:17 IST
Engineer’s Day 2024 : 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે કેમ મનાવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને થીમ
Engineer’s Day 2024 : 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે મનાવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

Engineer’s Day 2024 Date, Theme, History : કોઈપણ દેશના નિર્માણમાં એન્જિનિયરોનું મહત્વનું યોગદાન હોય છે. દેશની પ્રગતિમાં એન્જિનિયરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં આ રાષ્ટ્ર નિર્માતાઓને માન આપવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરને આપણા દેશમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ ખાસ દિવસનો ઈતિહાસ અને એન્જિનિયર્સ ડે સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

એન્જિનિયર્સ ડે ઇતિહાસ

15 સપ્ટેમ્બર 1861ના રોજ મૈસુરુના કોલારમાં મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો જન્મ થયો હતો. વિશ્વેશ્વરૈયા એક મહાન એન્જિનિયર્સ હતા. દેશના વિકાસ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરવાની સાથે સાથે તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ઇજનેરી પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા હતા.

આ માટે વિશ્વેશ્વરૈયાને વર્ષ 1955માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને બ્રિટિશ નાઇટહુડ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિના માનમાં 15 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય એન્જિનિયર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો – દિગ્વિજય દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો આ ગૌરવશાળી દિવસનો ઇતિહાસ

એન્જિનિયર્સ ડેની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં એન્જીનિયરીંગ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર એન્જીનિયરોને સન્માનિત કરી તેમના યોગદાનને પ્રોત્સાહન આપવામાં આવે છે.

એન્જિનિયર્સ ડે 2024 ની થીમ શું છે?

આ ઉપરાંત એન્જિનિયર્સ ડે માટે દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે અને આ થીમના આધારે ઘણા સેમિનાર, વર્કશોપ અને એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. માહિતી અનુસાર આ વર્ષે એન્જિનિયર્સ ડે ની થીમ ટકાઉ વિશ્વ માટે એન્જિનિયરિંગ સમાધાન (Engineering solutions for a sustainable world) નક્કી કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ