EXIT POLL Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ પર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે એક્ઝિટ પોલ પર કહ્યું કે તેનું નામ એક્ઝિટ પોલ નથી. તેનું નામ મોદી મીડિયા પોલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મોદીજીના પોલ છે, તેમનો ફેન્ટસી પોલ છે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધનને કેટલી સીટો મળશે તેના અંદાજ વિશે જ્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાનું ગીત તમે સાંભળ્યું છે 295… 295.
આ એક્ઝિટ પોલ સંપૂર્ણપણે નકલી અને ખોટા છે: જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આ સરકારી એક્ઝિટ પોલ કરાવ્યા છે, તે બિલકુલ નકલી અને બિલકુલ ખોટા છે. ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓને 295 સીટોથી ઓછી મળવાની નથી. 295 સીટોથી ઉપર ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓને મળશે. આ એક્ઝિટ પોલ એટલા માટે નકલી છે કારણ કે આપણા વર્તમાન વડાપ્રધાન અને વર્તમાન ગૃહમંત્રી ગેમ રમી રહ્યા છે.
આ પણ વાંચો – નહેરુના ગ્રેટ રેકોર્ડ ની બરાબરી કરશે મોદી! લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલની 8 મોટી વાત
પંજાબમાં કોંગ્રેસ નેતાએ 9 બેઠકો જીતવાનો દાવો કર્યો
એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપતા પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે તમામ સર્વેમાં કોંગ્રેસ પાર્ટીને સાતથી નવ સીટો આપવામાં આવી છે. અમે નવ બેઠકો પર આગળ ચાલી રહ્યા છીએ. એક બેઠક આમ આદમી પાર્ટીને મળશે અને ત્રણ બેઠકો એવા ઉમેદવારો જીતશે જે એનડીએ કે પીએમ મોદીને કોઈ પણ રીતે ટેકો નહીં આપે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે ઈન્ડિયા ગઠબંધન પંજાબમાં ઓછામાં ઓછી 10 બેઠકો જીતશે. એનડીએને એક પણ બેઠક મળશે નહીં.
મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકાર ત્રીજી વખત બનવાની આગાહી
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થઇ ગયા છે, તમામ એક્ઝિટ પોલ જણાવી રહ્યા છે કે, મોદી સરકાર ત્રીજી વખત બનવા જઇ રહી છે. મોટી વાત એ છે કે કેન્દ્રમાં માત્ર વાપસી જ નથી થતી, પરંતુ એમ કહેવું જોઈએ કે એક પ્રચંડ વાપસી થશે