Express Adda Jasprit Bumrah: એક્સપ્રેસ અડ્ડા પર આજે જસપ્રીત બુમરાહનું ખાસ ઈન્ટરવ્યું, મહાન ક્રિકેટરો પણ તેની બોલિંગના ફેન

Express Adda Jasprit Bumrah Interview In Ahmedabad : એક્સપ્રેસ અડ્ડા પર આજે જસપ્રિત બુમરાહ નું ઈન્ટરવ્યૂ થશે, અમદાવાદ ના વતની આ ભારતીય બોલરના વિશ્વના મહાન ક્રિકેટરો પણ ફેન છે, બુમરાહ ટીવી જોઈ બોલિંગ શીખ્યો.

Written by Kiran Mehta
July 25, 2024 12:38 IST
Express Adda Jasprit Bumrah: એક્સપ્રેસ અડ્ડા પર આજે જસપ્રીત બુમરાહનું ખાસ ઈન્ટરવ્યું, મહાન ક્રિકેટરો પણ તેની બોલિંગના ફેન
એક્સપ્રેસ અડ્ડા પર જસપ્રિત બુમરાહ

Express Adda With Jasprit Bumrah : ભારતની T20 વર્લ્ડ કપ જીત દરમિયાન, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે વારંવાર ટીમને નાની-નાની મુશ્કેલીઓમાંથી બચાવી હતી. જસપ્રિત બુમરાહની કહાની જણાવે છે કે, કેવી રીતે ભારતીય ક્રિકેટ પોતાની જાતને મજબૂત કરી અને વિશ્વ ચેમ્પિયન બન્યું. જસપ્રિત બુમરાહ પરંપરાગત રીતે મજબૂત ક્રિકેટ બેઝમાંથી નથી, તેની પાસે પરંપરાગત બોલિંગ એક્શન નથી, તેની પાસે લાંબી રન-અપ નથી અને સિસ્ટમમાં તેનો કોઈ ગોડફાધર પણ નથી.

ટીવી જોઈને બોલિંગની બારીકાઈઓ શીખી

પંજાબ-શીખ પરિવારમાં જન્મેલા જસપ્રિત બુમરાહનો ગુજરાતના અમદાવાદમાં મધ્યમવર્ગીય વાતાવરણમાં ઉછેર થયો. તેણે ટેલિવિઝન જોઈને રમતની નાનમ નાની ટ્રીક જાતે જ શીખી. સદનસીબે તેની પ્રતિભાને ઓળખવામાં આવી અને તેને આગળ વધવા દેવામાં આવી. સ્વ-શિક્ષિત, સ્વ-નિર્મિત, ભારતમાં તેમનાથી સારો ફાસ્ટ બોલર ક્યારેય થયો નથી. જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે ભારતીય ટીમે ગયા મહિને જીત્યો હતો.

જસપ્રીત બુમરાહ ગુરુવાર 25 જુલાઈ 2024 ના રોજ સાંજે તેના વતન અમદાવાદમાં એક્સપ્રેસ અડ્ડા ખાતે મહેમાન તરીકે આવશે. તેઓ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ઈન્ડિયન એક્સપ્રેસના નેશનલ સ્પોર્ટ્સ એડિટર સંદીપ દ્વિવેદી સાથે વાતચીત કરશે. બુમરાહના વર્ચસ્વને વિશ્વભરના ફાસ્ટ બોલરો તરફથી મળતા આદર અને પ્રશંસા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

મહાન ક્રિકેટરો પણ બુમરાહના ફેન છે

જસપ્રીત બુમરાહના ચાહકો વેસ્ટ ઈન્ડિઝના મહાન એન્ડી રોબર્ટ્સથી લઈને પાકિસ્તાનના વસીમ અકરમ સુધીના છે, જેમણે તાજેતરમાં મજાક કરી હતી કે, બુમરાહને સામેની ટીમ પર કહર વરતાવતા રોકવો હોય તો એકમાત્ર રસ્તો છે તેના જૂતાની ચોરી છે. એવું કહેવું ખોટું નહીં હોય કે, જો ભારતને નજીકના ભવિષ્યમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય હાંસલ કરવું હશે તો, ઘણું બધું બુમરાહ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો – ક્રિકેટમાં આ તો કેવો નિયમ, બેટ્સમેન નહીં ફટકારી શકે સિક્સર, થઇ જશે આઉટ

એક્સપ્રેસ અડ્ડા એ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા આયોજિત અનૌપચારિક વાતચીતની સીરિઝ છે. જેમાં પરિવર્તનના કેન્દ્રમાં રહેતા લોકો સામેલ થાય છે. એક્સપ્રેસ અડ્ડા ખાતે અગાઉના મહેમાનોમાં વિદેશ મંત્રી એસ જયશંકર, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા, ચેસના દિગ્ગજ વિશ્વનાથન આનંદ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરા અને મોટિવેશન સ્ટ્રેટિજિસ્ટ ગૌર ગોપાલ દાસ પણ સામેલ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ