Express Exclusive : દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી મોડ્યુલમાં મતભેદ, ઉમર નબી સાથીના લગ્નમાં પણ ન ગયો

Delhi Blast News : ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે, ઘણા કિસ્સામાં ઉમર નબીના વિચારો સાથી આતંકવાદી મુઝમીલ ગનાઈ, રાઠર અને વાઘેના વિચારોસાથે મેળ ખાતા નથી.

Written by Ajay Saroya
November 23, 2025 09:24 IST
Express Exclusive : દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી મોડ્યુલમાં મતભેદ, ઉમર નબી સાથીના લગ્નમાં પણ ન ગયો
Umar Nabi Delhi Blast Terrorists : ઉમર નબી દિલ્હી કાર બોમ્બ બ્લાસ્ટનો મુખ્ટ આતંકવાદી છે.

Delhi Blast News : દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટના આરોપી આતંકવાદી ઉમર નબી તેના અન્ય સાથીદારો જેવો ન હતો, તે દરેક બાબતમાં તેની સાથે સહમત ન હતો, વિચારધારામાં મતભેદ હતા, આર્થિક નિર્ણયોને લઈને મતભેદ હતા અને જૈશના આતંકવાદી મોડ્યુલ પર પણ સવાલો ઉભા હતા. આ કારણોસર દિલ્હી બ્લાસ્ટ પહેલા ઉમર આતંકી આદિલ રાઠરના લગ્નમાં પણ ગયો ન હતો.

ઉમર મિત્રના લગ્નમાં ન ગયો

રાઠરના લગ્ન બાદ કેટલાક સમીકરણો બદલાઈ ગયા હતા અને મુફ્તી ઇરફાન વાઘેની કાશ્મીર ખીણમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડથી ઉમર ડરી ગયો અને તે તરત જ કાશ્મીર ભાગી ગયો અને તેના સાથીઓને ફરીથી જોડવાનું શરૂ કર્યું. ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે, મોટાભાગના કિસ્સામાં આતંકવાદી મુઝમીલ ગનાઈ, રાઠર અને વાઘેના વિચારો ઓમર નબીના વિચારો સાથે મેળ ખાતા નથી. એક તરફ, આ ત્રણેયનું જૂથ અલ કાયદામાં વધુ માનતું હતું, જ્યારે ઉમર ISISથી વધુ પ્રભાવિત હતો.

અલ કાયદા વિરુદ્ધ ISIS વિચારધારા

એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અલ કાયદા પશ્ચિમી સંસ્કૃતિને નિશાન બનાવે છે, તેના દૂરના દુશ્મનોને મારી નાખે છે, પરંતુ ISIS જેહાદમાં માને છે. એવું પણ જાણવા મળ્યું છે કે વાઘે સિવાય બાકીના આરોપીઓએ અફઘાનિસ્તાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેઓ સફળ થયા ન હતા ત્યારે ભારત પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

ઉમર બુરહાન વાનીના ઉત્તરાધિકારી બનવા માંગતો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમરે પોતાને આતંકવાદી બુરહાન વાની અને ઝાકિર મૂસાના ઉત્તરાધિકારી તરીકે વિચારવાનું શરૂ કર્યું હતું, તે 2023 થી IEDs પર સંશોધન કરી રહ્યો હતો. હવે ઉમર પાસે માહિતી હતી, પરંતુ તે જે રીતે કામ કરે છે તે તેને પસંદ નહોતું. જે રીતે ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે ઉમર પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મોટાભાગનું ભંડોળ અલ ફલાહ યુનિવર્સિટીના શાહીન શાહિદ અંસારી નામના વ્યક્તિ તરફથી આવી રહ્યું હતું.

કાઝીગુંડમાં ગુપ્ત બેઠક અને મોટું ષડયંત્ર

એવું પણ જાણવા મળ્યું છે કે દિલ્હી વિસ્ફોટની અસલી બ્લુપ્રિન્ટ કાઝીગુંડમાં એક મહત્વપૂર્ણ બેઠક પછી તૈયાર કરવામાં આવી હતી. આ જ બેઠકમાં ઉમરે અન્ય તમામ સાથીઓને એક સાથે લાવવાનું કામ કર્યું હતું અને તેમને દિશા બતાવી હતી. આ આતંકી જૂથનું નામ Interim Ansar Ghazwatul Hind રાખવામાં આવ્યું હતું. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ સંગઠન ભારતમાં અલ કાયદાના સહયોગી તરીકે કામ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ