Express Investigation, The Coin Laundry : ગૃહ મંત્રાલય (MHA) એ ઓછામાં ઓછા 27 ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, અથવા વર્ચ્યુઅલ (ડિજિટલ) એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ (VASPs) રડારમાં રાખ્યા હતા. સાયબર ગુનેગારોએ જાન્યુઆરી 2024 અને સપ્ટેમ્બર 2025 વચ્ચે માત્ર 21 મહિનામાં 2,872 પીડિતો પાસેથી ઓછામાં ઓછા 623.63 કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે ઉપયોગમાં લેવાતા માધ્યમ તરીકે આ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોનો ઉપયોગ કર્યો હતો.
MHA ના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના રેકોર્ડ અનુસાર, વર્ષ 2024 – 2025 દરમિયાન 769 ફરિયાદ નોંધાઇ હતી, જેમા રૂ. 25.3 કરોડના ગુનાની રકમ 12 વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી.
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) માંથી સંકલિત ડેટાના આધારે આ ખુલાસાઓ, તે તરફ ઇશારો કરે છે જેને તપાસકર્તાઓ ભારતના સાયબર ક્રાઇમ ઇકોસિસ્ટમમાંથી હજુ સુધી બહાર ન આવેલા સૌથી અત્યાધુનિક મની લોન્ડરિંગ મોડેલ કહે છે.
એક અધિકારીએ કહ્યું કે, “પીડિતોએ મુખ્યત્વે નકલી ટ્રેડિંગ અથવા ઈન્વેસ્ટમેન્ટ એપ્લિકેશનો દ્વારા રોકાણ કર્યું હતું, તેઓ જાણતા ન હતા કે તેમના નાણાંને ડિજિટલ એસેટ્સમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે અને ડઝનબંધ વોલેટ્સ દ્વારા લેયર્ડ કરવામાં આવી રહ્યું છે,” એક અધિકારીએ જણાવ્યું હતું કે, I4C એ હવે આ VASP ની આંતરિક યાદી નાણા મંત્રાલય હેઠળ અમલીકરણ એજન્સીઓ અને નાણાકીય ગુપ્તચર એકમ (FIU) સાથે શેર કરી છે.
IC4 ના NCRP ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં મળેલી 1,608 ફરિયાદોમાં 200 કરોડ રૂપિયાની ગુનાઇત રકમ ભારતીય VASP ને મોકલવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે 1,264 ફરિયાદોમાં નોંધાયેલા 423.91 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓ કહે છે કે, 623.63 કરોડ રૂપિયાની ગુનાઇત રકમ એ સાગરમાં ગાગર સમાન છે, પરંતુ આ દર્શાવે છે કે FIU સાથે નોંધાયેલા ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જો પણ સાયબર ગુનેગારો દ્વારા દુરુપયોગથી મુક્ત નથી, જેઓ કથિત ડર્ટી મનીને ચેનલ કરવા માટે પીઅર ટુ પીઅર રૂટ્સ અથવા બોગસ ક્રિપ્ટો પ્લેટફોર્મ પર વ્યાપક આધાર રાખે છે.
ગૃહ મંત્રાલય દ્વારા રડારમાં રાખવામાં કિપ્ટો એક્સચેન્જોમાં Coin DCX, WazirX, Giottus, ZebPay, Mudrex અને CoinSwitchનો પણ સમાવેશ થાય છે, જે મુખ્યત્વે તેમના નોંધપાત્ર બજાર હિસ્સાને કારણે છે.
KYCનું પાલન અને AML સ્ક્રીનીંગ ઉપરાંત, ઘણા એક્સચેન્જોમાં અપૂરતી ફરિયાદ નિવારણ યંત્રણા અને ભંડોળ ઉપાડવામાં વિલંબ, અસંગત એકાઉન્ટિંગ અને બિનજરૂરી કપાત જેવી અસામાન્ય ખામીઓને કારણે પણ કેટલાક પ્લેટફોર્મ વિશે યુઝર્સ તરફથી ફરિયાદો મળી છે. વધુમાં, તાજેતરમાં ભારતના કેટલાક સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જોમાં સાયબર એટેકના કારણે પણ યુઝર્સનો વિશ્વાસ ડગમગી ગયો છે.
જુલાઈ 2024 માં એક મોટી હેકિંગ ઘટનામાં $235 ગુમાવનાર WazirX ના સહ સ્થાપક નિશ્ચલ શેટ્ટીએ આ સાયબર એટેક માટે થર્ડ પાર્ટી મુદ્દાઓને જવાબદાર ઠેરવ્યા. “WazirX સર્વર પર સાયબર એટેક થયો ન હતો પરંતુ થર્ડ પાર્ટી કસ્ટડી સર્વર સાથે ચેડા કરવામાં આવ્યા હતા. અમે અમારી જવાબદારીઓના 85% ચૂકવી દીધા છે અને 24 ઓક્ટોબરે ફરીથી લોન્ચ કર્યું છે. યુઝર્સના વિશ્વાસને મજબૂત કરવા માટે, અમે હવે 250 મિલિયન ડોલરના વીમા કવર સાથે એસેટ કસ્ટોડિયન BitGo સાથે ભાગીદારી કરી છે,” એવું તેમણે ઉમેર્યું હતું.
નાણા મંત્રાલયે ડિસેમ્બર 2024 સુધીમાં 17 ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા રૂ. 824.14 કરોડની GST ચોરી અને વ્યાજ અને દંડ સહિત રૂ. 122.29 કરોડની વસૂલાતની જાણ કરી હતી. ભારતીયોને સેવાઓ પૂરી પાડતા વિદેશી ક્રિપ્ટો પ્લેટફોર્મ પણ આ જુલાઈમાં GST નિયમ હેઠળ આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને FIU હવે તપાસ કરી રહ્યા છે કે શું ભારતીય મધ્યસ્થી “ક્રિપ્ટો મ્યુલ્સ” તરીકે કાર્ય કરી રહ્યા છે, કૌભાંડની રકમને કમિશન માટે ટોકન્સમાં રૂપાંતરિત કરી રહ્યા છે. તપાસકર્તાઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું VASP પાલન નિષ્ફળતાઓએ અનવેરિફાઇડ એકાઉન્ટ્સને KYC પ્રક્રિયાઓને નજર અંદાજ કરવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો | ક્રિપ્ટોકરન્સી શું છે, ભારતમાં કેવી રીતે ખરીદવી? રોકાણ કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણો
NCRP આંકડના વિશ્લંષ્ણમા IC4 એ નોંધ્યું છે કે, કે સૌથી મોટું છેતરપીંડિયુક્ત ટ્રાન્સફર – રૂ. 10.09 કરોડ – યુકે/યુએસ સ્થિત – ઓન્લીચેન વિલ્નિયસ દ્વારા થયું હતું. આ પ્રકારનું બીજું સૌથી મોટું ટ્રાન્સફર – રૂ. 8.13 કરોડ – મોરેશિયસ સ્થિત એઝિપે એબેન દ્વારા થયું હતું.





