સવારનો હેલ્થી બ્રેકફાસ્ટ તમારા સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક હોય છે. નાસ્તો આખા દિવસ માટે ઉર્જા પ્રદાન કરવાનું કામ કરે છે, સાથે મગજ અને શરીરને પણ ઉર્જા પ્રદાન કરે છે. સ્વસ્થ ખાવાથી મેટાબોલિઝમમાં સુધાર થાય છે, જે તમારી કમરની આસપાસ ચરબી જમા થવાથી રોકે છે અને તમને સરળતાથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. ઘણી શોધમાં સામે આવ્યું છે કે જો તમે રોજ સવારે સારો નાસ્તો કરશો તો તમારો વજન વધશે નહિ અને પકમર અને પેટની ચરબી ઓછી થશે.
અમેરિકન હાર્ટ એસોસિએશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા ફન્ડેડ મેયો ક્લીનીકના 2018ના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સપ્તાહમાં 5થી 6 દિવસ નાસ્તો કરે છે તેમનું વજન બીજા લોકોની તુલનામાં વધતું નથી. તેના માટે તમે તમારી નાસ્તાની આદતમાં બદલાવ કરીને તમારી કમરને પાતળી કરી શકો છો. ચાલો જાણીયે…
6 થી 8 કલાકની ઊંઘ પછી શરીરને ઉર્જાની જરૂર હોય છે. હેલ્થ સાઈટ ” Eat this, not that ” માં પબ્લિશ થયેલા એક આર્ટીકલ મુજબ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ એક્સપર્ટ્સ અને સ્પોર્ટ્સ કાયરોપ્રેક્ટર ડો, મૈટ ટૈનબર્ગએ કહ્યું કે જયારે તમે સવારે નાસ્તો નથી કરતા, તો તમારું મેટાબોલિઝમ ઓછું થઇ જાય છે અને તમારું શરીર કેલરી બર્ન કરવાનું બંધ કરે છે. તેથી જગ્યાના 30 મિનિટ ની અંદર નાસ્તામાં કંઈક ખાઈ લેવું જોઈએ, જેનાથી શરીર સારી રીતે કામ કરી શકે છે.
ઊઠતા જ પાણી પીવું
રોજ સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વાસ્તવમાં, બ્રેકફાસ્ટ પહેલા અને રાત્રે ભોજનની પહેલા 2 ગ્લાસ પાણી પીવાથી તમને 100 પાઉન્ડ વજન ઓછું કરવામાં મદદ મળશે.
ખાંડ વાળી ચીજોથી દૂર રહેવું
જો તમને સવારે ભૂખ લાગે અને મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો ખાવી નહિ, સવારે વધારે ખાંડ વાળો ચીજો આવાથી બચવું. સારા પ્રોટીનવાળા પદાર્થોનું સેવન કરવું.
ભરપૂર માત્રામાં ફાઈબરનું સેવન કરો
ફાઈબરથી ભરપૂર ખાદ્ય ચીજો આપણને લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે. તેથી સવારના નાસ્તામાં ફાઈબરયુક્ત ફૂડ્સનો સમાવેશ કરવો વધુ સારું રહેશે. તેથી, તમને દિવસભર ભૂખ ઓછી લાગે છે અને તમારું વજન નિયંત્રણમાં રહે છે.
ચા કોફી
સવારે ઉઠીને 30 મિનિટની અંદર ચા, કોફી અથવા ગ્રીન ટી પીવાથી તમારું મેટાબોલિઝમ સારું રહે છે. તે શરીરમાં ઓક્સિડેશન રેટ વધારે છે, જેનાથી કસરતના પ્રભાવમાં સુધાર થાય છે અને તમે સરળતાથી તમારું વજન ઓછું કરી શકો છો. પરંતુ પીડિત લોકોએ ખાલી પેટે ચા કે કોફી પીવાથી બચવું જોઈએ.