FE Best Banks Awards 2025 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે એવા સમયે જ્યારે ઘણા વિકસિત દેશો મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતમાં એફડીઆઈમાં 14 ટકાનો વધારો થયો છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. ભારત સરકાર સુનિશ્ચિત કરશે કે અર્થવ્યવસ્થા સરળતાથી ચાલતી રહે. એક અઠવાડિયાની અંદર બધુ સ્પષ્ટ થઈ જશે.
ગુરુવારે મુંબઈમાં Financial Express દ્વારા આયોજિત Best Banks awards કાર્યક્રમમાં અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ઘણા મહાનુભાવો પણ હાજર હતા.
ભારતને વિશ્વમાં ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા માંગીએ છીએ
જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સ્વદેશી પર ભાર મૂકે છે ત્યારે તેનો અર્થ શું છે? આ અંગે શાહે કહ્યું કે જે વસ્તુ બનાવવામાં ભારતના મજૂરે પરસેવો પાડ્યો છે તે સ્વદેશી છે. ભારતમાં જે ઉત્પાદન થાય છે તે સ્વદેશી છે. અમે ભારતને વિશ્વમાં ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા માંગીએ છીએ.
આ પણ વાંચો – ધર્મેન્દ્ર પ્રધાન બિહાર ચૂંટણી માટે ભાજપના પ્રભારી બન્યા, સીઆર પાટીલને પણ ખાસ જવાબદારી સોંપાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આપણા દેશની સામે આર્થિક વિકાસ એ માત્ર એક પ્રશ્ન નથી, પરંતુ દેશની 130 કરોડ વસ્તીનો રોજગાર પણ એક મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે રોજગારના દૃષ્ટિકોણથી જ નરેન્દ્ર મોદી સરકાર ઘણી યોજનાઓ લઈને આવી હતી અને વિશ્વભરની કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવા આમંત્રણ આપ્યું હતું.
100% સ્વદેશી સામાન ખરીદો
અમિત શાહે કહ્યું કે તેઓ ફાઇનાન્સિયલ એક્સપ્રેસના કાર્યક્રમ દ્વારા દેશની જનતાને અપીલ કરવા માગે છે કે દિવાળી આવી રહી છે સો ટકા સ્વદેશી સામાન ખરીદો. તેમણે કહ્યું હતું કે એનાથી આપણી ગ્રોથસ્ટોરી અકબંધ રહેશે.
અમિત શાહે જીએસટી પર શું કહ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે,રાહુલ ગાંધીની પાર્ટીના ઘણા લોકોએ કહ્યું કે જીએસટી અમારી પહેલ હતી, તો પછી તમે તેનો અમલ કેમ ન કર્યો, તો જવાબ મળે છે કે રાજ્યો વિરોધ કરી રહ્યા હતા. તેમની સરકાર રાજ્યોને વિકાસની ગેરંટી આપી શકી નથી. મોદી સરકાર આવી અને રાજ્યોને 14 ટકા વિકાસની ગેરંટી આપી. અમિત શાહે કહ્યું કે ભારત એવા સ્થળોએથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે જ્યાંથી તેને શ્રેષ્ઠ દરે તેલ મળશે.