દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સોના- ચાંદી (Gold Silver price) વધુ મોંઘા થઇ રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત (gold price) પ્રતિ 10 ગ્રામ દીઠ 53,000 રૂપિયા અને ચાંદીની કિંમત (silver price) પ્રતિ 1 ગ્રામ દીઠ 61,000 રૂપિયાને કુદાવી ગઇ છે.
સોના-ચાંદીમાં મોટો ઉછાળો
વૈશ્વિક બુલિયન બજાર (bullion market)માં ઉછાળા અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં (dollar rupee rate)ધોવાણને પગલે છેલ્લા એક સપ્તાહથી સોના-ચાંદીના ભાવમાં સતત વધી રહ્યા છે. અમદાવાદ ઝવેરી બજારમાં શુક્રવારે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 100 રૂપિયા વધીને 53500 રૂપિયા થઇ છે, જે ગુરુવારે 53400 રૂપિયા હતી. તો ચાંદીની કિંમત પ્રતિ 1 કિગ્રા દીઠ 61000 રૂપિયાના સ્તરે સ્થિર રહી છે. આ સાથે ચાલુ ઓક્ટોબર મહિનામાં સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 1700 રૂપિય મોંઘુ થયુ છે તો આ સમયગાળામાં ચાંદીમાં 3500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનાની હાજર કિંમત નજીવ ઘટીને 1710 ડોલર અને યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકાના ઘટાડે 1716 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
| વિગત | 30/9/2022 | 7/10/2022 | વધારો | |
|---|---|---|---|---|
| સોનું | 51800 | 53500 | 1700 | |
| ચાંદી | 57500 | 61000 | 3500 |
સોના-ચાંદીના મોટા ઉછાળાના કારણોઃ-
- યુએસ બોન્ડની યીલ્ડમાં ઘટાડો
- ડોલર ઇન્ડેક્સમાં ધોવાણ
- સોના અને ચાંદીની સેફ – હેવન અપીલ મજબૂત થવી
- વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ અંગે અમેરિકાને સંયક્ત રાષ્ટ્રની ચેતવણી
- ભારતમાં દિવાળી ટાણે સોના-ચાંદીની માંગ વધવાની અપેક્ષા
- મંદીની ચિંતાએ રોકાણકારોની સેફ-હેવન ગણાતા સોના-ચાંદી તરફ દોટ





