/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Google-Doodle-2024-Nowruz-Parsi-new-year-Iranian-new-year-wishes-1.jpg)
Happy Nowruz 2024 : નૌરોઝ ગૂગલ ડૂડલ 2024 પારસી નવું વર્ષ પર્શિયન નવું વર્ષ (Photo :Canva/Express)
Nowruz Day 2024 in Gujarati : નવરોઝ (Nowruz) એટલે કે પારસીઓનું નવું વર્ષ, તે વસંત ઋતુમાં આવતો ઈરાની અથવા પર્શિયન ફેસ્ટિવલ છે. નવરોઝ દર વર્ષે 20 મી અથવા 21મી માર્ચની આસપાસ આવે છે. આ તહેવારના મૂળ ઝોરોસ્ટ્રિયનિઝમ છે, જે એક પ્રાચીન પર્સિયન ધર્મ છે અને સમગ્ર પ્રદેશમાં વિવિધ સંસ્કૃતિઓ અને વંશીય ગ્રુપ દ્વારા તેને બિનસાંપ્રદાયિક ઉજવણી તરીકે જોવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Google-Doodle-2024-Nowruz-Parsi-new-year-Iranian-new-year-wishes-1.jpg)
યુનાઇટેડ નેશન્સ અનુસાર, બાલ્કન્સ, કાળો સમુદ્ર બેસિન, કાકેશસ, મધ્ય એશિયા, મધ્ય પૂર્વ અને અન્ય પ્રદેશોમાં 3,000 વર્ષથી વધુ સમયથી નૌરોઝ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: iPhone 16 : એપલનો આગામી આઈફોન 16 આ વર્ષે થશે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
નવરોઝનું મહત્વ
નવરોઝનો તહેવાર વસંતના આગમનને સમયે ઉજવવામાં આવે છે, પરંપરાગત રિવાજોમાં ક્લિનિંગ, ખાસ ભોજન તૈયાર કરવું અને મિત્રો અને પરિવાર સાથે ભેગા થવું અને સાથે ઉજવણી કરવામાં આવે છે.
આજે 19 માર્ચ વર્ષ 2024 ના રોજ, Google એ નવરોઝને ચિહ્નિત કરવા માટે એક વિશેષ ડૂડલ બહાર પાડ્યું છે . કલાકાર પેંડાર યુસેફી દ્વારા ચિત્રિત, આ વાઇબ્રન્ટ આર્ટવર્ક મોરવાળા ઝાડ નીચે પ્રાણીઓને એકઠા થતા દર્શાવે છે.
આ પણ વાંચો: પેટીએમ થી ઓનલાઈન પેમેન્ટ, રિચાર્જ થઇ શકશે? જાણો Paytmvની કઇ સર્વિસ ચાલુ રહેશે અને કંઇ બંધ થશે
ઈરાની કલાકારે કહ્યું કે, "આ આર્ટમાં , મેં નવરોઝની મારી બાળપણની સારી યાદોમાંથી દોર્યું છે, જે આનંદ, એકતા અને આશાની લાગણીઓને દર્શાવે છે. આ ચિત્રમાં પ્રાણીઓ બતાવવમાં આવ્યા છે જેઓ ફૂલોથી ભરેલા આંગણામાં ફૂલોના ઝાડ નીચે વસંતના આગમનમાં રણકવા માટે ભેગા થયા છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us