Google Doodle : ગુગલે બનાવ્યું 'ફ્લેટ વ્હાઇટ' કોફીનું ખાસ ડૂડલ, જાણો આ કોફી વિષે

Google Doodle : આ કોફી પરંપરાગત રીતે સિરામિક કપમાં પીરસવામાં આવે છે, કોફી ફ્લેટ સફેદ એસ્પ્રેસો શોટથી બનેલ છે જે ઉકાળેલા દૂધ અને માઇક્રોફોમના પાતળા લેયરથી બને છે.

Google Doodle : આ કોફી પરંપરાગત રીતે સિરામિક કપમાં પીરસવામાં આવે છે, કોફી ફ્લેટ સફેદ એસ્પ્રેસો શોટથી બનેલ છે જે ઉકાળેલા દૂધ અને માઇક્રોફોમના પાતળા લેયરથી બને છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Google Doodle flat white coffee origin recipe trending news in gujarati

Google Doodle ગૂગલ ડૂડલ ફ્લેટ વ્હાઈટ કોફી ઓરિજિન ટ્રેન્ડિંગ ન્યૂઝ (Photo : Google)

Google Doodle : ગૂગલએ ખાસ ગુગલ ડૂડલ (Google Doodle) બનાવ્યું છે. 11 માર્ચે આજે તેણે એનિમેટેડ પિક્ચર સાથે 'ફ્લેટ વ્હાઇટ કોફી' નું ડુડલ બનાવી સેલિબ્રેશન કરી ઇન્ટરનેટ યુઝર્સને આશ્ચર્યચકિત કર્યા છે. લોકપ્રિય એસ્પ્રેસો-આધારિત ડ્રિન્ક ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ઓરિજીન થયું હોવાનું માનવામાં આવે છે. 'ફ્લેટ વ્હાઇટ' શબ્દનો સત્તાવાર રીતે 2011માં ઓક્સફોર્ડ અંગ્રેજી શબ્દકોશમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Advertisment
Google Doodle flat white coffee origin recipe trending news in gujarati
Google Doodle ગૂગલ ડૂડલ ફ્લેટ વ્હાઈટ કોફી ઓરિજિન ટ્રેન્ડિંગ ન્યૂઝ (Photo : Unplash)

આ પણ વાંચો: Google : ગૂગલે કહ્યું પિક્સેલ 8 માં જેમિની નેનો સપોર્ટ થશે નહીં

ગુગલ ડુડલ વિષે :

ગૂગલે તેની વેબસાઇટ પર જણાવ્યું કે “આજનું એનિમેટેડ ડૂડલ ફ્લેટ વ્હાઇટની ઉજવણી કરે છે, એસ્પ્રેસોના શોટ પર નાખવામાં આવતા ઉકાળેલા દૂધની કોફી. ઘણા લોકોનું અનુમાન છે કે 1980ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ ડ્રિન્ક સૌપ્રથમ પીરસવામાં આવ્યું હતું જ્યારે તે જ સમયે સિડની અને ઓકલેન્ડના મેનુમાં ડ્રિન્ક મળ્યું હતું.''

Advertisment

તેમાં ઉમેર્યું છે કે, “કોફી કલ્ચર વર્ષોથી ઘણું બદલાયું છે અને તેથી ફ્લેટને વાઈટ બનાવવાની ઘણી રીતો છે. આખા દૂધમાંથી બનતી કોફી આજે પ્લાન્ટ બેઝડ મિલ્કમાં પણ લોકો દ્વારા ઓર્ડર કરવામાં આવે છે જેમાં ઓટ મિલ્ક લોકપ્રિય છે.

આ પણ વાંચો: Google Lens : ગૂગલ લેન્સમાં સર્ચ કરલે ઇમેજ ઑટોમેટિક થશે સેવ

ગૂગલે લખ્યું કે, “આ કોફી પરંપરાગત રીતે સિરામિક કપમાં પીરસવામાં આવે છે, કોફી ફ્લેટ સફેદ એસ્પ્રેસો શોટથી બનેલ છે જે ઉકાળેલા દૂધ અને માઇક્રોફોમના પાતળા લેયરથી બને છે. કેપ્પુચિનો અથવા લટ્ટે કોફી કરતાં પાતળી હોવાને કારણે, ફ્લેટ કોફી તરીકે લોકપ્રિય છે ગોરામાં આ કોફી લોકપ્રિય છે જેઓને ઓછા ફીણ વાળી કોફી પસંદ છે.''

ફ્લેટ વ્હાઈટ વિ કેપ્પુચિનો (Flat White vs Cappuccino)

નેસકાફેની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ફ્લેટ વાઈટ કલર દૂધના ફીણના પાતળા પડથી બનેલો છે જેમાં મોટા ભાગનું દૂધ ડ્રિન્કની અંદર હોય છે, જ્યારે કેપ્પુચીનોના કપમાં પીણાની ટોચ પર ફીણવાળું દૂધ હોય છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ