/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-88.jpg)
ગૂગલ ડ્રાઇવ (Photo -Freepik)
Google Drive Alert Users About Spam Attacks : ગૂગલ ડ્રાઇવ યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ગૂગલ ડ્રાઇવ યુઝ્સ હવે હેકરના સ્પામ એટેકના શિકાર બન્યા છે. ગૂગલ દ્વારા ગૂગલ ડ્રાઇવ યુઝર્સને સાધવાન રહેવા સૂચના આપવામાં આવી છે. મનીકન્ટ્રોલના એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર હેકર ગૂગલ ડ્રાઇવ યુઝર્સને સ્પામ એટેકથી શિકાર બનાવી રહ્યા છે. જાણો ગૂગલ ડ્રાઇવને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય અને સાયબર એટેકથી બચવાની રીત
ગૂગલ ડ્રાઇવ સ્પામ એટેક થી કેવી રીતે બચવું?
ગૂગલ ડ્રાઈવ સ્પામ એટેક અન્ય સાયબર એટેકની સમાન જ છે. હેકર તમારા ગૂગલ એકાઉન્ટ પર શંકાસ્પદ ફાઇલ મોકલે છે. એક સામાન્ય રિક્વસ્ટ આવશે જેમાં તમારા ઓળખીતા વ્યક્તિના નામે મેલ ફાઇલ મોકલવામાં આવી હશે. આથી આ ફાઈલ હેકર દ્વારા મોકલવામાં આવી હોવાનું સરળતાથી જાણી થતી નથી.
જો તમે આ ફાઈલ પર ક્લિક કરો કે ડાઉનલોડ કરો છો તો મારું ડિવાઇસ સંપૂર્ણપણે હેક થઇ જશે. આવી સ્થિતિમાં હેકર દ્વારકા તમારા ડેટા ચોરાઇ જવાનું જોખમ રહે છે. જેમ જેમ ટેકનોલોજી વિકાસી રહી છે તેમ તેમ સંબંધિત જોખમ પણ વધી રહ્યા છે.
ગૂગલ ડ્રાઈવ હેકરથી સુરક્ષિત રાખવાની રીત
ગૂગલ ક્લાઉડ તેના સેફ્ટી ફીચર્સને લઇ પ્રખ્યાત છે. હેકર દ્વારા સ્પામ એટેકથી ગૂગલ ડ્રાઇવને સુરક્ષિત રાખવા તમે આ ટ્રીક અપનાવી શકો છો.
આ પણ વાંચો | વોટ્સએપ પર હવે એકસાથે વધુ ચેટ્સ અને મેસેજને પિન કરી શકશે, જાણો નવા ફીચર્સ વિષે
ગૂગલે યુઝર્સને ચેતવણી આપી છે કે, કોઇ પણ પ્રકારની શંકાસ્પદ યુઆરએલ કે લિંક પર ક્લિક કરવી નહીં
તમારા મિત્ર, પરિવારજન કે કોઇ નજીકના વ્યક્તિ એ તમને કોઇ લિંક મોકલી છે, જે તમને શંકાસ્પદ લાગે છે, તો તે લિંક ઓપન કરવી નહી.
ગૂગલનું માનવું છે કે, આમ કોઇ લિંક પર ક્લિક કરવું જોખમી નથી પરંતુ જ્યારે તમે ઇન્ટરેક્ટ કરો છો ત્યારે જોખમ વધી જાય છે. ગૂગલ ડેટા સેફ્ટી વિશે સતત કામગીરી કરી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us