ગૂગલ એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે, ભારતના આ શહેરમાં છે ઓફિસ

Google Pay 4.79 Crore Rent One Month : ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 9.64 કરોડ રૂપિયાની સિક્યોરિટી જમા કરાવી છે અને ગૂગલ ક્લાઉડે 3.13 કરોડ રૂપિયાની સિક્યોરિટી જમા કરાવી છે

Written by Ashish Goyal
February 14, 2025 23:13 IST
ગૂગલ એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે, ભારતના આ શહેરમાં છે ઓફિસ
ગૂગલ દ્વારા મુંબઈમાં તેમની ઓફિસ માટે એક મહિનાનું અધધ 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે (ફાઇલ ફોટો)

Google Pay 4.79 Crore Rent One Month : ગૂગલ દ્વારા મુંબઈમાં તેમની ઓફિસ માટે એક મહિનાનું અધધ 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. ગૂગલે તેની બે અલગ અલગ ઓફિસો માટે લીઝ રિન્યુ કર્યું છે. નવી લીઝ આ વર્ષે જૂનથી શરૂ થશે. રિયલ એસ્ટેટ કંપની સ્ક્વેર યાર્ડ્સે આ લીઝના નોંધણી દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને તેનાથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો શેર કરી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ મહિને ગૂગલે તેની બે અલગ અલગ કંપનીઓ – ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસો માટે લીઝ રિન્યૂ કરી છે. બંનેની ઓફિસ મુંબઈમાં છે.

ગૂગલ બે ઓફિસ માટે 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં 1.99 એકરમાં ફેલાયેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર (FIFC) ખાતે સ્થિત આ બે ઓફિસોની કુલ જગ્યા 1,49,658 ચોરસ ફૂટ છે. રિયલ એસ્ટેટ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ સ્પેસ બે અલગ અલગ માળ પર કુલ 1,10,980 ચોરસ ફૂટ છે. આ ઓફિસ માટે ગૂગલે જૂનથી દર મહિને 3.55 કરોડ રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

આ પણ વાંચો – આ દિવસથી લાગુ થશે Fastag નો નવો નિયમ, જાણી લો નહીંતર આપવો પડશે ડબલ ટોલ

જ્યારે ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસે 38,678 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસ છે અને તે જ ફ્લોર પર સ્થિત છે. જૂનથી આ ઓફિસનું માસિક ભાડું 1.24 કરોડ રૂપિયા થશે. એટલે કે ગૂગલ તેની બંને ઓફિસ માટે દર મહિને કુલ 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે.

36 મહિના પછી ભાડું 15% વધશે

સ્ક્વેર યાર્ડ્સ અનુસાર ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બંને દર મહિને પ્રતિ ચોરસ ફૂટ 320 રૂપિયા ભાડું ચૂકવશે. લીઝ હેઠળ બંને ગુગલ કંપનીઓએ 36 મહિના પછી ભાડું 15% વધારવું પડશે. ગુગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 9.64 કરોડ રૂપિયાની સિક્યોરિટી જમા કરાવી છે અને ગુગલ ક્લાઉડે 3.13 કરોડ રૂપિયાની સિક્યોરિટી જમા કરાવી છે.

ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના લીઝ પર 1.87 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની નોંધણી ફી વસૂલવામાં આવી હતી. જ્યારે ગુગલ ક્લાઉડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ માટે સ્ટેમ્પ ડ્યુટી 66.92 લાખ રૂપિયા અને નોંધણી ફિ 30,000 રૂપિયા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ