scorecardresearch

વિમાન પ્રવાસમાં ટિકિટ સાથે રાખવાની ઝંઝટ દૂર, તમારો ચહેરો જ તમારું બોર્ડિંગ પાસ બનશે, જાણો આ નવી સુવિધા વિશે…

DigiYatra App : નાગરિક ઉડ્ડનય વિભાગ (civil aviation ministry) દ્વારા હાલ દેશના ચાર એરપોર્ટ ( airport) પર બાયોમેટ્રિક આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીની (Facial Recognition Technology) મદદથી બોર્ડિંગ પાસની (boarding pass) સુવિધા શરૂ કરવામાં આવી છે, આ સુવિધાનો લાભ મેળવવા પ્રવાસીએ મોબાઇલમાં ડિજીયાત્રા (Digiyatra APP) નામની એપ્લિકેશન ડાઉન કરવી પડશે

વિમાન પ્રવાસમાં ટિકિટ સાથે રાખવાની ઝંઝટ દૂર, તમારો ચહેરો જ તમારું બોર્ડિંગ પાસ બનશે, જાણો આ નવી સુવિધા વિશે…

વિમાનમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે વિમાનમાં પ્રવાસ કરનાર લોકોને મુસાફર દરમિયાન ફ્લાઇટની ટિકિટ સાથે રાખવાની છંછટમાંથી મુક્તિ મળશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી માટે નવી ડિજિટલ સેવા શરૂ કરી છે. જેમાં ડિજિયાત્રા (Digiyatra) નામની એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને તે વિમાન મુસાફરો માટે બાયોમેટ્રિક આધારિત ડિજિટલ પ્રોસેસિંગ છે. જેમાં એરપોર્ટ પર પેસેન્જરના ફેશ રેકગ્નિશન ટેકનોલોજી (Facial Recognition Technology) મારફતે તેણે બોર્ડિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જોકે, સિક્યોરિટી ચેક ઇન અને લગેજની પ્રક્રિયા પહેલા જેવી જ રહેશે.

ડિજીયાત્રા એપ ડાઉનલોડ કરવાની રહેશે

આ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટે વિમા મુસાફરોએ તેમના મોબાઈલમાં Digiyatra App ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે. તેમાં માંગેલી માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ તમે પેપરલેસ બોર્ડિંગની સુવિધાનો આનંદ માણી શકશો.

ડિજીયાત્રા એપ્લિકેશન શું છે?
  • ડિજીયાત્રા એ ચહેરાની ઓળખ માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે સ્થાનિક મુસાફરોને તેમની ફ્લાઈટ્સ ઓનલાઈન ચેક-ઈન કરવામાં મદદ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
  • આ એપ્લિકેશન મુસાફરોને કોઈપણ બોર્ડિંગ પાસ વિના ચેક ઇન કરવામાં એટલે કે વિમાનમાં બેસવામાં સક્ષમ બનાવશે.
  • આ પ્લેટફોર્મ મુસાફરોને ચેક-ઈન કરવા તેમજ તેમની ચેક-ઈન બેગ પણ મૂકવા સક્ષમ બનાવશે.
  • આ પ્લેટફોર્મ સ્થાનિક પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરીને મુશ્કેલી મુક્ત અને ઝડપી બનાવવા માટે વિકસાવવામાં આવ્યું છે.
કેવી રીતે ઉપયોગ કરી શકાશે

તમારે સૌથી પહેલા તમારા મોબાઇલમાં Digiyatra App ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ આ એપ્લિકેશનમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે જે આધાર સાથે લિંક થયેલો હોવો જોઇએ. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTPઆવશે, જે તમારે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધારકાર્ડની વિગતો અને ફોટો અપલોડ કરવાનો રહેશે અને પછી આગામી પ્રવાસ માટે બોર્ડિંગ અપલોડ કરવાનું રહેશે.

આ સમગ્ર પ્રક્રિયા બાદ મુસાફરોનો કોડેડ બોર્ડિંગ પાસ જનરેટ થશે અને પછી તેને એરપોર્ટ પર સ્કેન કરી શકાશે. આ પછી, ઈ-ગેટ પર લગાવેલા ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી મુસાફરોની ઓળખ કરશે અને તેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરશે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મુસાફરો એરપોર્ટમાં પ્રવેશી શકશે. એરપોર્ટમાં પ્રવેશ્યા પછી, પેસેન્જરે સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડશે અને ત્યારબાદ જ તમે વિમાનમાં બેસી શકો છો. આ માટે, તમારી એન્ટ્રી ઈ-ગેટ દ્વારા થશે કારણ કે ચહેરાની ઓળખ માટે કેમેરા ત્યાં લગાવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 7 એરપોર્ટ પર આ સુવિધા શરૂ થશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રથમ તબક્કામાં સાત એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરી છે. 1 ડિસેમ્બરથી આ સેવા ત્રણ એરપોર્ટ- દિલ્હી, બેંગલુરુ અને વારાણસી પર શરૂ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં માર્ચ 2023 સુધીમાં વધુ ચાર એરપોર્ટ – હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વિજયવાડામાં આ ડિજીયાત્રાની સુવિધા શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન વિભાગ તબક્કાવાર ટેકનોલોજીથી સજ્જ આ સુવિધા દેશભરના તમામ એરપોર્ટ પર શરૂ કરશે.

Web Title: Government digiyatra app launched for flight passengers know you everything here

Best of Express