કેન્દ્રીય કર્મચારીના DAમાં 4 ટકાનો વધારો, LPG સિલિન્ડરની સબસિડી લંબાવાઇ, જાણો સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે

Government Employees 4% DA Hike, LPG Cylinder Subsidy Extends : કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 4 ટકા વધવાથી 49.18 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને ફાયદો થશે. ઉપરાંત રાંધણગેસ સિલિન્ડર પર મળતી 300 રૂપિયાની સબસિડી માર્ચ 2025 સુધી લંબાવવાની ઘોષણા કરી છે.

Written by Ajay Saroya
Updated : March 07, 2024 21:26 IST
કેન્દ્રીય કર્મચારીના DAમાં 4 ટકાનો વધારો, LPG સિલિન્ડરની સબસિડી લંબાવાઇ, જાણો સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે
Narendra Modi : નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે. (Photo - PMO)

Government Employees 4% DA Hike, LPG Cylinder Subsidy Extends : સરકારી કર્મચારીઓ માટે હોળી પહેલા દિવાળીની ઉજવણી જેવો માહોલ આવ્યો છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. એદેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત સરકારે એલપીજી સિલેન્ડર પર 300 રૂપિયાની સબસિડી માર્ચ 2025 સુધી લંબાવવાની ઘોષણા કરી છે.

1.17 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે

લોકસભા ચૂંટણી 2024 પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે મોંઘવારી ભથ્થું (DA) વધવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરાયો છે. તેનાથી લગભગ 49.18 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને ફાયદો થશે.

ડીએ વધારવાથી સરકારી તિજોરી પર 12,868.72 કરોડનો બોજ

કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR) જાન્યુઆરી 2024 થી અમલમાં છે, જે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 46 ટકાના વર્તમાન દરમાં 4 ટકાનો વધારો દર્શાવે છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,868.72 કરોડ થશે.

રાંધણગેસ સિલિન્ડર પર માર્ચ 2025 સુધી લંબાવી

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) સબસિડી તેના લાભાર્થીઓને માર્ચ 2025 સુધી લંબાવવાની પણ મંજૂરી આપી હતી. 14.2 કિલોના એલપીજી સિલિન્ડર દીઠ રૂ. 300 ની સબસિડી વધુ એક ચાલુ રહેશે. ગુરુવારે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પ્રેસ બ્રીફિંગમાં જાહેરાત કરી હતી.

એલપીજી સિલિન્ડરની સબસિડી પાછળ 12,000 કરોડનો ખર્ચ

નોંધનિય છે કે, કેન્દ્રએ ગયા વર્ષે ઓક્ટોબરમાં રાંધણ ગેસ સબસિડીમાં વધારો કર્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ ગરીબ પરિવારો માટે 14.2 કિલોના કુકિંગગેસ સિલિન્ડર દીઠ સબસિડી 100 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી હતી. સરકારના આ પગલાથી લગભગ 10 કરોડ પરિવારોને ફાયદો થવાની સંભાવના છે. એલપીજી સિલિન્ડરની સબસિડી પાછળ સરકાર 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો | ભાજપે ભરૂચમાં કેમ ‘નો રિપીટ’ નીતિને ફગાવી? મનસુખ વસાવા પર સાતમી વખત કર્યો વિશ્વાસ

ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી, 10371 કરોડનો ખર્ચ કરશે

કેન્દ્રીય કેબિનેટે પાંચ વર્ષ માટે ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી છે. ઈન્ડિયા એઆઈ મિશન પાછળ રૂ. 10,371.92 કરોડના ખર્ચ કરવામાં આવશે. આ મિશન હેઠળ, સરકાર દેશમાં AI કમ્પ્યુટ ક્ષમતા સ્થાપિત કરવા માંગતી ખાનગી કંપનીઓને સબસિડી આપવા માટે ભંડોળ ફાળવશે અને AI સ્ટાર્ટ-અપ્સ માટે સીડ ફન્ડિંગ પણ આપશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ