CNG Gas Price Hike In Gujarat: મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સીએનજી ગેસ (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવ દોઢ રૂપિયા પ્રતિ કિલો વધાર્યા છે. 2024માં સીએનજી ગેસના ભાવમાં આ ત્રીજી વધારો છે. સીએનજી ગેસના ભાવ વધતા લાખો સીએનજી ગેસ વાહન ચાલકોને અસર થશે. ચાલો ગુજરાતીમાં સીએનજીસ ગેસના લેટેસ્ટ ભાવ
CNG Gas Price Hike : સીએનજી ગેસ 1.5 રૂપિયા મોંઘો થયો
1 ડિસેમ્બર, 2024ના રોજથ ગુજરાતમાં સીએનજી ગેસના ભાવ પ્રતિ કિલો 1.5 રૂપિયા વધ્યા છે. ગુજરાત ગેસના એક સર્ક્યુલર મુજબ ગુજરાતમાં સીએનજી ગેસનો ભાવ 77.76 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સીએનજી ગેસના નવા ભાવ 1 ડિસેમ્બરની મધ્યરાત્રીથી લાગુ થઇ જશે. દાદર અને નગર હવેલીમાં સીએનજી ગેસના ભાવ 78.66 રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે.

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી 16.50 રૂપિયા છે. હવે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1818.50 રૂપિયા થઇ ગઇ છે. તમને જણાવી દઇયે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે.





