Naran Rathawa Join BJP : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા જ એક પછી એક કદાવર નેતા કોંગ્રેસનો હાથ છોડીને ભાપજનો કેસરીયો ધારણ કરી રહ્યા છે. આવાજ હાલ ગુજરાતમાં કોંગ્રેસના છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે.
નારણ રાઠવા એ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં કેસરીયા કર્યો
ગુજરાત માં કોંગ્રેસના પાયાના કાર્યકર્તા અને અગ્રણી નેતા રહેલા નારણ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. 5 વખત સાંસદ રહી ચૂકેલા નારણ રાઠવા પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને હાલ રાજ્યસભાના સાંસદ છે. તેઓ કોંગ્રેસના અગ્રણી આદિવાસી નેતા છે. તેઓ ગુજરાતના છોટા ઉદેપુર પરથી 1989, 1991, 1996, 1998 અને 2004 લોકસભાની ચૂંટણી જીત્યા છે.

નારણ રાઠવા પુત્ર સંગ્રામ રાઠવાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને રાજીનામું મોકલી દીધું છે. નારણ રાઠવાના રાજીનામા બાબતે એવું કહેવાય છે કે, કોંગ્રેસ પક્ષમાં કોઇ તેમની રજૂઆત સાંભળતું ન હોવાથી રાજીનામું આપ્યું છે.
નારણ રાઠવા ઉપરાંત વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અભિષેક ઉપાધ્યાયે કહ્યું કે, કોંગ્રેસ પક્ષમાં તેમની અવગણના થતી હોવાથી રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ અને આપ વચ્ચે 5 રાજ્યોમાં ગઠબંધન, જાણો ગુજરાતમાં કેટલી અને કઇ બેઠક પર ચૂંટણી લડશે
10 હજાર જેટલા કોંગ્રેસ કાર્યકર્તા ભાજપમાં જોડાયા : સીઆર પાટીલ
નારણ રાઠવા અને તેના પુત્ર સંગ્રામ રાઠવા એ લગભગ 10000 જેટલા કાર્યકર્તાઓ સીઆર પાટીલની હાજરીમાં કેસરીયા કર્યા છે. નારણ રાઠવના ભાજપ માં જોડવાના કાર્યક્રમ દરમિયાન ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, વિપક્ષના લગભગ 10000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. આટલી મોટી સંખ્યામાં વિપક્ષના કાર્યકર્તા ભાજપમાં જોડાયા હોય તેવી ઈતિહાસમાં પહેલીવાર ઘટના છે.
પુત્રને ટિકિટ અપાવવા બે કોંગ્રેસ નેતા બાખડ્યા
અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નારણ રાઠવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પાછલી વિધાનસભાની ચૂંટણીમાં પણ છોટા ઉદેપુર બેઠકના પ્રબળ દાવેદાર હતા, પરંતુ તેમણે મોહનસિંહ રાઠવાની તરફેણમાં પોતાનો દાવો જતો કર્યો હતો. જો કે આ વખતે જ્યારે મોહનસિંહ રાઠવાએ નિવૃત્તની ઘોષણા કરી છે ત્યારે સંગ્રામસિંહને ચૂંટણી લડવાની તક આપવી જોઈએ નહીં કે, મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહને.
ઉલ્લેખનિય છે કે, છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ બે દિવસ પહેલા જ નિવૃત્તિની ઘોષણા કરી હતી. આ સાથે જ તેમણે છોટા ઉદેપુર મત વિસ્તારની ટિકિટ તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને આપવા માંગણી કરી હતી. આ ઘટનાક્રમથી લોકસભા ચૂંટણી ઉમેદવાર કોણ હશે તે અંગે કોંગ્રેસ પક્ષમાં અસમંજસ સરાજ્યું છે. કારણ કે બંને નેતાઓ તેમના પુત્રો માટે ટિકિટની માંગ કરી રહ્યા છે.





